પતિએ કહ્યું હું મારી જઈશ, પ્રોપર્ટી ડીલરના સુસાઈડમાં સામે આવ્યો નવો વિડીયો, પત્ની અને સાસુ-સસરા સામે કેસ

મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલા કોલાર વિસ્તારમાં પાંચ દિવસ પહેલા પ્રોપર્ટી ડીલર વિનય રજકે આપઘાત કરી લીધો હતો, ત્યારે આ આપઘાતની જાણ તેમને પોતાની પત્ની આરતી રજકને કરી હતી. વિનયે ફાંસી પર લટકાતા પહેલા પત્નીને એવું કહ્યું કે, હું મરવા જાવ છું. મારા મોત માટે તું, તારા માતા-પિતા અને પરિવારના લોકો જવાબદાર છે. આરતીએ વિનયની વાત સાંભળ્યા બાદ કંઈ જ કહ્યું નહીં, પરંતુ ડોકું હલાવીને એક રીતે પરમિશન જરૂરથી આપી દીધી હતી. જેનો વિડીયો પણ સામે આવી ગયો છે.

૧૩ અને ૪૩ સેકન્ડનો આ વિડીયો સુસાઈડના થોડા સમય પહેલા જ આરતી અને વિનય વચ્ચે છેલ્લી વાતચીતનો છે. હવે ચુનાભટ્ટી પોલીસે આ વિડીયોના આધારે આરતી, તેના માતા-પિતા સહિત ૪થી પણ વધુ લોકો વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ અંતર્ગત એફઆઇઆર દાખલ કરી દીધી છે. પોલીસે આરોપી સસરા ગણેશ સિંહ કુશવાહની ધરપકડ કરી લીધી છે. વિનયના અંતિમ સંસ્કારમાં પણ આરોપી હાજર રહ્યો નહોતો.

પહેલા વિડીયોમાં વિનય એવું કહી રહ્યો છે કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. જેની જવાબદાર તું છો. તે મારા પર પ્રેશર આપ્યું. મને ટોર્ચર પણ કર્યો. માનસિક અને શારીરિક રીતે તે અને તારા પરિવારે મને પરેશાન પણ કર્યો. ખુબ ટોર્ચર કર્યો છે. હું સારી રીતે જિંદગી જીવવા માગતો હતો પરંતુ મને એટલો હેરાન કરવામા આવ્યો કે મારે ફાંસી ખાવી પડી રહી છે. જેની જવાબદાર તું અને તારા પરિવારના લોકો જ હશે બીજા કોઈ નહીં.

બીજા વિડીયોમાં એવું કહ્યું કે મેં પત્ની આરતીને એક હજાર વખત મનાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ તે ન જ માની. તેને મને આજે જ કહ્યું છે કે તું છે ને મરી જા હવે. ફાંસીએ લટકાઈ જા. મારી પાસે ખુબ પૈસા છે. પૈસા આપીને પણ અમે છૂટી જઈશું. હું આજે ફાંસીએ લટકાઈ રહ્યો છું. જેનું કારણ આ લોકો જ છે. ભોપાલના કોલારમાં રહેતા ૩૬ વર્ષના પ્રોપર્ટી ડીલર વિનય રજકે બુધવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી.

તેમનો મૃતદેહ ઘરમાં ફંદા પર લટકાયેલો મળી આવ્યો હતો. સુસાઈડ પહેલા તેને ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં સુસાઈડ નોટ અને વિડીયો શેર કરી દીધા હતા. તેમને આ આત્મહત્યા માટે જવાબદાર સસરા ગણેશ સિંહ કુશવાહ, સાસુ શશિ કુશવાહ, સાળા અવનીશ કુશવાહ, પત્ની આરતી કુશવાહ, ફઈજી મમતા સિંહ આ બધાને ગણાવ્યા હતા. વિનયના ભાઈ વીરેન્દ્ર રજકે એવું જણાવ્યું કે ૧૪ વર્ષ પહેલા વિનયે બ્યૂટીશિયન આરતી કુશવાહ સાથે લવ મેરેજ કરેલા હતા. આરતીના વ્યવહારને કારણે ભાઈ બધાથી અલગ રહેતો હતો. તેને હાલ બે દીકરીઓ પણ છે. બે થી ત્રણ વર્ષથી ઝઘડો થોડો વધી ગયો હતો.

આરતી અને તેમના પરિવારના લોકોએ વિનયના અંતિમ સંસ્કારમાં પણ હાજરી ન આપી હતી. આરતીના પરિવારના લોકોએ પોલીસ પાસે સુરક્ષા પણ માગી હતી. તેમનું એવું કહેવું હતું કે જો તેઓ કોઈ પણ જાતની સુરક્ષા વગર ગયા હોત તો તેમની સાથે મારામારી થઈ ગઈ હોત. પોલીસ તરફથી સુરક્ષાનું આશ્વાસન ન મળવાને કારણે આરતી અને તેમના પરિવારનો એક પણ સભ્ય વિનયના અંતિમ સંસ્કારમાં ગયેલો ન હતો.

Leave a Reply

Your email address will not be published.