અંબાલાલ પટેલે જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર દક્ષિણ ગુજરાતના વિસ્તારો માં આવી શકે છે… મુશળધાર વરસાદ ની સાથે સાથે…

હવામાન વિભાગના મુખ્ય અધિકારી મનોરમાં મોહનતીએ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાય છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 અને 16 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવી શકે તેવી શક્યતા છે, અને અમદાવાદ શહેરમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. જ્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી જાહેર કરી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તેવી આગાહી જાહેર કરી છે.

જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદના તોફાની ઝાપટા પણ નોંધાઈ શકે છે, 19 ઓગસ્ટ થી લઈને 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા અંબાલાલ પટેલે જાહેર કરી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ખેડવાની સૂચના આપી છે.

આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી વલસાડ તાપી સુરત ડાંગ જેવો વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ રાજકોટ જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદથી લઈને ખૂબ જ સારા એવા વરસાદ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે આગામી 48 કલાક રાજ્ય માટે ભારે ગણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *