બોલિવૂડ

કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં મોડી રાત્ર સુધી ભૂમિ પેડનેકરનો કહેર જોવા મળયો, પાર્ટી ભૂલીને બધાની નજર ડ્રેસ પર હતી

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન 22 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ માટે કાર્તિક આર્યનએ મોડી રાત્રે તેના મિત્રો માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં એક્ટ્રેસ ભૂમિ પેડનેકર આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આગળની સ્લાઈડ્સમાં જુઓ ભૂમિ પેડનેકરની ખાસ તસવીરો… કાર્તિક અને ભૂમિ પેડનેકર બને ખુબ જ સારા દોસ્તો છે.અને ફિલ્મોમાં પણ સાથે જોવા મળ્યા છે. તે બર્થ ડે પાર્ટીમાં ખુબ જ કાતિલ લુક માં જોવા મળી હતી.તેની ત્યાં ખુબ જ ચર્ચા પણ ચાલી રહી હતી. અને દરેક લોકોનું ધ્યાન તેના તરફ જ હતું. 

ભૂમિ પેડનેકર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. જે બોલિવૂડમાં ફિલ્મ દમ લગા કે હઈશા કી સંધ્યાના નામે ઓળખાય છે. આ ફિલ્મ માટે તેણીને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. ભૂમિ પેડનેકરનો જન્મ 1985માં મુંબઈમાં થયો હતો. ભૂમિના પિતા મરાઠી છે જ્યારે તેની માતા હરિયાણવી છે. ફિલ્મોમાં જોડાતા પહેલા ભૂમિએ યશ રાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન દિગ્દર્શક મનીષ શર્માએ ભૂમિનો અભિનય પ્રત્યેનો પ્રેમ જોઈને તેને પોતાની આગામી ફિલ્મ માટે સાઈન કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ દમ લગા કે હયાસાથી કરી હતી. જેમાં તેણે એક જાડી છોકરીની ભૂમિકા ભજવી હતી. આયુષ્માન ખુરાનાની સામે આવેલી ભૂમિએ આ ફિલ્મમાં તેના ઉત્તમ અભિનયથી વિવેચકોનું દિલ જીતી લીધું હતું અને આ માટે તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ ડેબ્યૂ ફીમેલનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2015માં જ, ભૂમિ વેબ સિરીઝ મેન્સ વર્લ્ડમાં જોવા મળી હતી. જે લિંગ અસમાનતા પરની શ્રેણી છે. જે 29 સપ્ટેમ્બર 2015ના રોજ યુટ્યુબ પર રિલીઝ થઈ હતી. જેમાં ભૂમિ ઉપરાંત પરિણીતી ચોપરા, કલ્કી કોચલીન અને રિચા ચઢ્ઢા પણ જોવા મળ્યા હતા.

વર્ષ 2016 માં, ભૂમિ સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ, પરંતુ તેના પછીના વર્ષે 2017 માં, તેણે ફરી એકવાર બે બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા વિવેચકોને તેના વખાણ કરવા મજબૂર કરી દીધા હતા. વર્ષ 2017 માં, તે ટોયલેટ એક પ્રેમ કથામાં જોવા મળી હતી. જેમાં તે અક્ષય કુમાર સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળી હતી. ફિલ્મની વાર્તા એક એવી છોકરીની છે જે પોતાના પતિને ઘરમાં શૌચાલય બનાવવાની જીદ કરે છે. સામાજિક મુદ્દાઓ પર બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરવામાં સફળ રહી.

 

View this post on Instagram

 

A post shared by filmyvolvo Official (@filmyvolvo)

આ પછી ભૂમિ ફરી એકવાર આયુષ્માન ખુરાના સાથે શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મમાં જોવા મળી. જેમાં દરેક લોકો ને તે ખુબ જ પસંદ પણ આવી હતી. આ ફિલ્મમાં પુરુષોની પરેશાનીઓ બતાવવામાં આવી છે. બંનેની અદભૂત કેમેસ્ટ્રીએ ફરી એકવાર દર્શકો અને વિવેચકોનું દિલ જીતી લીધું. ભૂમિની છેલ્લી ફિલ્મ ‘દુર્ગમતી’ છે. જે 11મી ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ થઈ હતી. જે ફિલ્મ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી. જે કોઇ પણ અભિનેત્રી માટે ગર્વ ની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *