સમાચાર

ભુવા ભારાડીથી સાવધાન! જુઓ યુવતી સાથે શું થયું?

આ વાત છે મહિસાગર જિલ્લાની જ્યાં એક પરિવારે તેની દીકરીને લઇને ભુવા સામે સનસનીખેજ આક્ષેપ કર્યો છે તાંત્રિક વિધિના નામે યુવતીને ફસાવાઇ ત્યારબાદ યુવતીને ગુમ કરી હોવાનો આક્ષેપ પરિવારે લગાવતાં ચકચાર છે હવે યુવતીએ વીડિયો વાયરલ કરીને આ મુદ્દે મોટો ધટસ્ફોટ કર્યો છે.

યુવતીએ ભુવા સાથે  કોર્ટ મેરેજ કર્યાની હકીકત આવી સામે આવી છે. કોર્ટ મેરેજ સર્ટી સાથે યુવતીએ વિડીયો ક્લિપ વાયરલ કરી ખુલાસો કર્યો છે. યુવતીએ ઉલ્ટાનું ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાના પરિજનો દ્વારા લગાવવામાં આવેલ આરોપને ખોટો ગણાવી દીધો છે આ ઘટના છે લુણાવાડાના કોલવણ ગામની જ્યાં ગુમ થયેલી દીકરીને લઇને પરિવારે ભૂવા પર આક્ષેપો કર્યા.

ગરિયા ગામે રહેતા ધર્મેન્દ્ર પટેલે યુવતી ગુમ કર્યા હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો જેમાં પરિજનોએ યુવતીના ઘરે તાંત્રિક વિધિ બાદ યુવતીને ગુમ કર્યાનો આરોપ લગાવ્યો. ભુવા ધર્મેન્દ્ર પટેલે છેલ્લા 2 વર્ષ  આસપાસ ગામમાં તાંત્રિક વિધિના બહાને લોકોને ભેગા કર્યા. જે બાદ આ યુવતીના કિસ્સામાં પોલીસે બનાવની ગંભીરતાને જોતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે

યુવતી બની બે જૂથ વચ્ચે મારામારીનું કારણ, એકની હત્યા આ ઘટના છે સુરતના અમરોલીના કાંસાનગરની જ્યાંયુવકની હત્યાને અંજામ અપાયો આ હત્યા પાછળ ખુલેલી વિગતો ચોંકાવનારી હતી મરનારનું નામ અજય રાઠોડ છે આ હત્યા પ્રકરણમાં અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.

આ પ્રકરણમાં અજય રાઠોડની તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. આ પ્રકરણ મૃતક છોકરીની છેડતી બાબતે ચાલતા ઝગડામાં છોડવવા વચ્ચે પડ્યો જેમાં અજય રાઠોડની હત્યા કરી દેવાઇ હતી આ ઘટના બાદ અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા છે સુરતનાં અમરોલી વિસ્તારનાં કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં નિર્દોષ એવા અજય રાઠોડનો ભોગ લેવાયો છે.

રવિવારેની રાતે યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને મારામારી કરતા વૃદ્ધ સહિત ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી. મારામારીનો અવાજ સાંભળી અજય રાઠોડ ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. લોહીલૂહાણ પડેલા અજયને સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો.

અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો. અમરોલી પોલીસે સમગ્ર મામલે cctv ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે આ સમગ્ર બનાવની વાત કરીએ તો ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઇશ્વર રાઠોડની માસી કોસાડ વિસ્તારમાં રહે છે. ન્યુ કાસાનગરનાર હેતો વિશાલ ઉર્ફ વિકો મોહન રાઠોડ વિનોદની માસીની દીકરીને ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો.

આ મુદ્દે વિનોદની માસીના દીકરા સાથે વિશાલનો ઝગડો થયો હતો. જોકે, મોહલ્લાના લોકોના સમજાવવાથી સમાધાન થયું હતું. જે પછી રવિવારે રાત્રે વિશાલ અને તેની સાથે તેનો ભાઈ મુકેશ રાઠોડ, રાકેશ રાઠોડ તેના મિત્રો ચેતન,સાગર,અતુલ અને ચેતતના બે બનેવીઓ કમો તથા રાકેશ વિનોદની માસીના ઘરે આવીને માસી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં અજયનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *