સમાચાર

CM નીતીશ કુમારની સામે નાનો બાળક રડતા રડતા બોલ્યો સર ભણવું છે પણ… બાળકની વાત સંભાળતા જ નીતીશ કુમારે…

સી.એમ નીતીશકુમાર જેઓ શનિવારે પોતાની પત્નીના પુણ્યતિથિ પર કલ્યાણ બિધા ગામે પોહચ્યાં હતા. જ્યાં એક અનોખો બનાવ બન્યો હતો જેમાં એક 11 વર્ષ નો છોકરો અચાનક જ તેમની સામે આવીને બે હાથ જોડી ને આજીજી કરવા લાગ્યો હતો અને તેને કહ્યું કે ” સાહેબ મને શહેર ની સારી સ્કૂલમાં પ્રવેશ અપાવી દો,, પપ્પા દરોજ દારૂ પીવે છે મારે આગળ વધુ અભ્યાસ કરવો છે ”

પોતાની પત્નીની 16 મી પુણ્યતિથિ પર સીએમ નીતીશ કુમાર તેમના ગામે પહોંચ્યા હતા. જા તેમણે પોતાની પત્નીની શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને લોકોને સમસ્યાઓ દૂર કરવા માટે બાહેધરી પણ આપી હતી. તે જ સમયે એક છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સોનુ કુમારે હાથ જોડીને તેમને વિનંતી કરી હતી કે ” સાહેબ,.. પ્રણામ!! મારી પણ વાત સાંભળો ” બાળક નો આવાજ સાંભળી ને સિએમ પણ ચોકિત થઈ ગયા હતા.અને તેને બોલાવી ને તેની પણ સમસ્યા સાંભળી હતી.

સોનુ એ પોતાની વાત રજુ કરતા કહ્યું હતું કે તેના પિતાજી રણવીજય દહીં વેચવાનો ધંધો કરે છે. જે આવક થાય છે તે આવકમાંથી પિતાજી દારૂ પીવા માંડે છે. પોતે ગરીબ હોવાથી નીમા કૌલની સરકારી શાળા માં અભ્યાસ કરે છે જ્યાંના શિક્ષકો બરોબર અભ્યાસ કરાવતા નથી. સોનુએ પીએમે કહ્યું હતું કે મારા પપ્પા દારૂ પીવે છે આથી જે પણ કંઈ આવક છે જેથી દારૂ પીવામાં જતી રહે છે છે.

હું 40 બાળક નું ટ્યૂશન કરાવીને તેમણે ભણાવું છુ. સાહેબ અમને સરકારી શાળામાં બરોબર ભણાવતા નથી. ત્યાના શિક્ષકો પણ કોઈજ જવાબદારી લેવા માંગતા નથી. જો સરકાર અમને મદદ કરે તો અમે પણ ભણી ગણીને આઇએએસ આઇપીએસ બનવા માંગીએ છીએ. પીએમ આ બાળકની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી. વાત સાંભળીને સીએમ પણ ચોકિત થઈ ગયા હતા.ત્યારબાદ એમણે તાત્કાલિક અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ મોકલી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.