બિહારમાં ગુરુવારે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખૂબ જ પવન ફૂંકાયો હતો. વાવાઝોડા તેમજ સાથે અતિશય વરસાદને કારણે ૩૦ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન અને વરસાદે ગોપાલગંજથી કટિહાર સુધી ભારે તબાહી મચાવી છે. ગોપાલગંજ સહિત કેટલાક સ્થળોએ વીજળીના 177 થાંભલા પડી ગયા અને 85 ટ્રાન્સફોર્મર તૂટી ગયા, જેના કારણે વીજળી જતી રહી હતી.
તેમજ હજારો વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો. મુંગેર અને ખાગરિયામાં ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. વાયર તૂટવાથી અને પાટા પર વૃક્ષો પડવાને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. તોફાનની અસર પટનામાં પણ જોવા મળી હતી. માણેર સોન ગંગા નદીમાં 6થી વધુ બોટ ડૂબી ગઈ. પૂરના પાણીમાં 1413 ગામો ડૂબી ગયા
આસામમાં છેલ્લા 4-5 દિવસથી પૂરનો પ્રકોપ ચાલુ છે. 29 જિલ્લાના 7 લાખ 7,17,046 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. 9 થી વધુ લોકોના મોત થયા છે. NDRF તેમજ રાજ્ય બચાવ ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં 1413 ગામો ડૂબી ગયા છે. બિહારમાં કેટલા મોત? ભાગલપુર અને મુઝફ્ફરપુરમાં 6-6 લોકો માર્યા ગયા.
લખીસરાયમાં 3 અને વૈશાલી અને મુંગેરમાં 2-2 માર્યા ગયા હતા. બાંકા, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ, સારણ, નાલંદા અને બેગુસરાયમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. બિહારના કયા જિલ્લામાં વરસાદની આગાહી? પૂર્વ ચંપારણ્ય, પીરીમ ચંપારણ્ય, ગોપાલગંજ, મધુબની, શિયોહર, મુઝફ્ફરપુર, સીતામઢી, દરભંગા, વૈશાલી, સમસ્તીપુર, સુપૌલ, અરરિયા, સહરસા, મધેપુરા,
કર્ણાટકના 8 જિલ્લામાં રેડ એલર્ટ કર્ણાટકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અહીં અલગ-અલગ જગ્યાએ નવ લોકોના મોત થયા છે. શાળાઓ બંધ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. 204 હેક્ટર ખેતીના પાક અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે