મહિલાનું અન્ય પુરુષ સાથે લફરું હોવાની શંકાએ સાસરિયા વાળાએ પરિણતાને માર મારીને સંતાનો સહીત…

આજકાલ ઘરેલું હિંસાના બનાવો વધી રહ્યાએવામાં ગુજરાતના સુરતમાંથી હાલ જ એક એવો કિસ્સો પ્રકાશિત થયો છે જેમાં મહિલાને તેના પતિ અને સાસરિય દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. વર્ષોથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો, રિસામણા અને મનાવ્યા બાદ પત્ની પાછી ઘરે આવી જાતી પણ આ વખતે સાસરિય તરફથી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

વધુ મળતી માહિતી અનુસાર આ કિસ્સો સુરતના કતારગામનો છે જ્યાં મહિલા સાથે આવી હરકત કરવામાં આવી છે. મહિલાના લગ્ન ૨૦૧૫માં થયા હતા અને શરૂઆતી દિવસોમાં મહિલાને સારી રીતે રાખ્યા બાદ પતિ અને તેના પરિવારે મહિલાને ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. બે સંતાનો સાથે મહિલાએ અલગ રહેવા માટે કોશિશ કરી પણ સાસરીયાવાળાએ ત્યાં પણ સુખે ન જીવવા દેવાનો મહિલાનો આરોપ છે.

મહિલા કહે છે કે તેના પતિને સાસરિય તરફથી કાન ભંભેરણી કરવામાં આવતી અને સાથે જ તેના જેઠ જેઠાણી તેને વધુ હેરાન કરે છે. તેના જેઠ જેઠાણી પતિને કહેતા કે એ બીજા કોઈ વ્યક્તિ સાથે વાતો કરે છે અને સાથે જ તેના ચરિત્ર પર બીજા ઘણા સવાલ ઉઠાવ્યા હતા. જો કે આટલા વર્ષોમાં ઘણા ઝઘડા થયા અને મહિલા પિયરે જાતી રહી પણ પતિ કોઈના કોઈ રીતે સમાધાન કરીને પાછા લઇ આવતા પણ પછી ફરી સાસરિયાના લોકો એવો જ ત્રાસ આપતા.

ઝઘડા સુધી ઠીક હતું પણ છ મહિના પહેલા પતિ અને સાસરિય તરફથી માર મારીને મહિલાને સામેથી પિયરે મોકલી દીધી હતી. પતિને મહિલાના ચરિત્ર પર શંકા જતા એને આવું પગલું ભર્યું એમ એ લોકોનું કહેવું છે. હાલ મહિલાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *