બનાસકાંઠા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકો સહીત 20થી વધારે ઘેટાં મોતને ભેટ્યા

બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ જતા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને એટલું જ નહીં આ ગંભીર અકસ્માતમાં એક સાથે 20 થી વધારે ઘેટાના પણ મૃત્યુ થયા છે. તમને જણાવી દઈએ તો આ બનાવ બનાસકાંઠાના પાલનપુર વિસ્તારના એસબી પુરા પાટીયા નજીક બન્યો છે.

જ્યાં બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળજ ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. અહીંયા સમગ્ર દ્રશ્યોના તસવીરો સામે આવતા ભલભલા લોકો જોઈને કંપી ઊઠે. જાણવા મળ્યા પ્રમાણે એસબીપુરા નજીક બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

રાજસ્થાનથી ઘેટા બકરા ભરેલો ટ્રક અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકની આગળની ટ્રક ને ટક્કર મારતા આ સમગ્ર ઘટના સર્જાય હતી ઘેટા બકરા ભરેલો ટ્રક આગળ રહેલા ટ્રક ને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા આ સાથે જ ટ્રક ની અંદર 20 થી વધારે ઘેટા બકરાઓ મૃત્યુ પામ્યા છે આ બનાવવાની જાણ થતા જ તરતો તરત જ પાલનપુર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી.

અને પોલીસ કર્મચારીઓએ પંચનામાં સહિતની આગળની કાર્યવાહી માટે મૃતકોને પોસ્ટમોટમ માટે પીએમ રૂમ પાલનપુરસિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આજે બીજો એક બનાવો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર નવાપુર થી 20 કિલોમીટરના અંતરે એક અકસ્માત સર્જાયો હતો જ્યાં સુરત ગુજરાત રાજ્યની એસટી બસ 5650 ચરણ માળ ઘાટ માં સવારે 10 થી 10:30 ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી આ બસમાં ટોટલ 28 મુસાફરો જઈ રહ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈની પણ જાન હાની નથી પહોંચી ડ્રાઇવર અને કંડકટરને સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.