બોલિવૂડ

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર શેર કરી ગ્લેમરસ તસવીરો…

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરોમાં અમાયરા દસ્તુર ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં પોઝ આપતી નજર આવી રહી છે.અમાયરા દસ્તુર ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાનો ફોટોશૂટ શેર કરે છે. અમાયરા દસ્તુરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત બોલીવુડ ફિલ્મ ઇસ્કાકથી કરી હતી.

આ ફિલ્મમાં અમાયરા સાથે અભિનેતા પ્રતીક બબ્બર જોવા મળ્યો હતો. અમાયરા દસ્તુરનો જન્મ 7 મે 1993 ના રોજ મુંબઇમાં થયો હતો.અમાયરા દસ્તુરના ઇન્સ્ટાગ્રામ પર 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. જે ખુબ જ મોટો આકડો છે. અમાયરાતેની શૈલી અને ચાહકોમાં ડ્રેસિંગ માટે પણ પ્રખ્યાત છે.જે ખુબ જ મોટી વાત છે.

છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી અમાયરા દસ્તુર તેના હિન્દી અને તેલુગુ પ્રોજેક્ટસમાં વ્યસ્ત છે અને અત્યારે એ તેની સાઈકોલોજિકલ થ્રિલર ‘બઘીરા’ની રિલિઝની રાહ જોઈ રહી છે. છેક છ વર્ષ પછી તેમની આ પ્રથમ તમિળ ફિલ્મ આવી રહી છે અને આ અભિનેત્રી એ કબૂલે છે કે આ થ્રિલર છે અને મને એ વાતની જાણ થઈ કે અભિનેતા-કોરિયોગ્રાફર-ફિલ્મસર્જક પ્રભુદેવા છે અને તેઓ ફિલ્મનું નેતૃત્વ સંભાળે છે ત્યારે હું ખુશખુશાલ થઈ ગઈ. અગાઉ, અમાયરા દસ્તુર ‘પ્રસ્થાનમ્’ (૨૦૧૯)માં સંજય દત્ત સાથે જોવા મળી હતી. અહીં આ અભિનેત્રીએ હિન્દી-તમિળ ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ, લોકડાઉન અને સામાજિક મુદ્દા તથા અન્ય વિગતો જાણકારી આપી છે અને તેના વિચારો વ્યક્ત કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amyra Dastur (@amyradastur93)

પ્રભુ દેવા સાથે કામ કરવાના અનુભવ અંગે અમાયરાએ જણાવ્યું, ‘બોલીવૂડમાં મેં તેમને દિગ્દર્શક અને કોરિયોગ્રાફર રૂપે જોયા હતા. તેઓ તો શ્રેષ્ઠ એકટર છે, એની જાણ તો મને તેમની સાથે કામ કરતા થઈ. તેમણે જુદા જુદા કેમેરા એન્ગલ અને અન્ય ટેક્નિકલી જાણકારી આપી એ તો મારા માટે ઘણી મદદરૂપ બની રહી છે. ફિલ્મમાં ફેન્ટસી સિકવન્સ પણ છે અને નાના ડાન્સની સિકવન્સ પણ છે મને તો તેમની સાથે ડાન્સ કરવાનો ગભરાટ થયો. પ્રભુદેવા સર તો અવિશ્વનીય ડાન્સર છે. હું તો માનું છું કે તેઓ તો પડદા પર કોઈ પણ ડાન્સરને ખરાબ ચિતરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Amyra Dastur (@amyradastur93)

લોકડાઉનની વાતો કરવા અમાયરા જણાવે છે કે લોકડાઉન વેળા તો હું મારા માતાપિતાના ઘરે જતી રહી હતી. હું મારા પિતાને મદદરૂપ બની. તેઓ તો તબીબ છે. અન્યો સાથે અનુભવોની આપલે કરી. આને કારણે હું સરળ વ્યક્તિ બની અને એ મને જીવનમાં પણ મદદરૂપ બની. કોઈપણ પ્રકારના અનુભવ વિના એના મારા જીવનમાં આગમન થયું.

 

View this post on Instagram

 

A post shared by Amyra Dastur (@amyradastur93)

સોશિયલ મીડિયામાં ફિલ્મ કલાકારોને જુદા જુદા કારણોસર ટ્રોલ કરવામાં આવે છે, એ અંગે વાતો કરતાં અમાયરા કહે છે, ‘એવા ગણાં લોકો હોય છે, જે અન્યાયી બાબતો અંગે કોઈ પ્રત્યાઘાત આપવા ઇચ્છતા નથી. આ બાબત સંદર્ભે તેમનું પોતાનું અંગત સ્ટેન્ડ હોય છે. મને લાગે ત્યારે હું રિએક્ટ કરું છું – કંઈકસાચું નહીં હોય ત્યારે તો મારા રિએક્શન ખાસ આવે જ છે. સામાજિક અને રાજકીય ઘટના અંગે જાણકાર હોય ત્યારે વ્યક્તિએ તેના પ્રત્યાઘાત આપવા જોઈએ. હું શું મોસ્ટ કરું છું, એ અંગે હું સાવચેત રહું છું. દરેક વ્યક્તિને તેમનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને હું પણ સાવચેતીથી પ્રત્યાઘાત વ્યક્ત કરતાં આનંદ અનુભવું છું.

 

View this post on Instagram

 

A post shared by Amyra Dastur (@amyradastur93)

ઓટીટી અંગે નવા નિયમો અંગે અમાયરા કહે છે, ‘હું માનું છું કે આવા પ્રતિબંધોને કારણે સમસ્યા સર્જાય છે. ભારતમાં નવા કન્ટેન્ટ આપવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિથી મુશ્કેલી સર્જાશે. સિનેમા કળા છે અને એ પછી તમે એના પર પ્રતિબંધ નાખવાનું શરૂ તો અમે વૈશ્વિક દર્શકોને ઘણીબધી બાબતો દાખવવાથી અમે વંચિત રહી જશું,’ એમ અમાયરાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *