જમીનના શેઢા બાબતે પિતા-પુત્રની પાડોશી ખેતર માલિક સાથેની માથાકૂટમાં કરી નાખ્યું એવું કે ઘટના આખી જગ જાહેર થઇ

એક કહેવત છે ને ‘જળ, જમીન અને જોરૂ- કજિયાના ત્રણ છોરું’ એ કહેવત આજે બોટાદ જિલ્લામાં સાચી સાબિત થઈ છે. જિલ્લાના અલાવ ગામમાં પિતા-પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે આધેડની નિર્દયતાથી હત્યા કરી હોવાનું જાણીને સમગ્ર પંથક ચોંકી ઉઠ્યું છે. છેલ્લા 15 દિવસથી જમીનના વિવાદમાં પિતા-પુત્રનો પાડોશી ખેતર માલિક સાથે ઝઘડો થઈ ગયો હતો અને તે આધેડ પુરુષની પિતા અને પુત્ર રહેતી નાખ્યો હતો ત્યારબાદ પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

મૃતકના પુત્રએ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાના થોડાક જ કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના શકરપરા વિસ્તારમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ઉ.વ.64 છે અને તેઓ ખેતીકામ કરે છે. જેમની જમીન આલાવ ગામના સિમ જુનો શેથલી રોડ પર આવેલી છે. ત્યારે તેની બાજુમાં લગારભાઈ માવજીભાઈ ચાવડાની જમીન આવેલી છે. જેમાં ઘનશ્યામભાઈ હડીયલ આજે સવારે પોતાના ખેતરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે છેલ્લા 15 દિવસથી જમીન વિવાદ તેમજ અન્ય કારણે તેઓની બોલાચાલી ચાલતી હતી.

તેજ વખતે લઘરાભાઈ માવજીભાઈ ચાવડા અને તેમનો પુત્ર ખેતરે આવ્યાં અને તેમના હાથમાં પાવડો અને સોરીયા જેવા હથિયાર વડે ઘનશ્યામભાઈ ને માથામાં ખુબ જ માર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ ત્યારે તેઓએ તૈયારીમાં જ ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈ ને ખૂબ જ લોહી લુહાણ હાલતમાં જ બોટાદ માં આવેલ સરકારી સોનાવાલા હોસ્પિટલ માં લઇ ગયા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા.

આ બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્ર ભાઇ ઘનશ્યામભાઈ હડિયલે રાણપુરની પોલીસ સ્ટેશનમાં જઈને લઘરાભાઈ માવજીભાઈ ચાવડાની સામે પોતાના પિતાનું મૃત્યુ કરવાની ફરિયાદ નોંધાવતા બોટાદમાં એલસીબી તેમજ રાણપુર પોલીસ દ્વારા આ સમગ્ર ફરિયાદને આધારે તાત્કાલિક ધોરણે બંને આરોપીઓ પિતા અને પુત્રની ધરપકડ કરી દીધી હતી અને ત્યારબાદ બીજી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *