રાજભા ગઢવીના ડાયરામાં ઉડ્યા લાખો રૂપિયા, ડોલરનો પણ વરસાદ થયો, લોકોએ તો પીપ ભરીને રૂપિયા ઉડાડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે યોજાયેલા બ્રિજદાન ગઢવી અને રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. અહીં લોકોએ રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ કર્યો હતો. ખાટડી ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની મોજ લીધી હતી. સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય એવું ભાગ્યે જ બનતું હશે.

સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામે જન્મદાત્રી શક્તિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં પણ લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. અહીં કેટલાક લોકોએ રૂપિયાની સાથે સાથે ડોલર પણ વરસાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ બ્રિજદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારોને નિહાળ્યા હતા. મૂળી તાલુકાના ખાટડી ગામે ગુરુવારના રોજ રાતે બ્રિજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, દિગુભા ચૂડાસમા સહિતના પ્રખ્યાત કલાકારોનો ભવ્ય ડાયરો યોજવામાં આવ્યો હતો.

આ કલાકારોએ ખાસ કરીને લોકસાહિત્યની રમઝટ બોલાવી દીધી હતી. આ ડાયરમાં સમગ્ર જિલ્લામાંથી ડાયરાના શોખીન લોકો પહોચ્યા હતા, જેમાં સાયલા સ્ટેટના સ્થાપક શેશમલ દાદાના પરિવારના અને મંદિરના મુખ્ય દાતા ધર્મેન્દ્રસિંહ વી.રાણા (પિન્ટુભાઇ), આયાના યશપાલસિંહ ઝાલા, સાયલાના અજયસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા તથા ગોંડલના ગણેશભાઇ, રીબડાના રાજદીપસિંહ, ચંદ્રેશભાઇ પટેલ, વનરાજસિંહ રાણા, જે. પી. રાણા, પૃથ્વીરાજસિંહ પરમાર સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કલાકારો માથે રૂ. ૫૦ લાખથી પણ વધુની રકમનો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ તમામ રકમ મંદિરના લાભ માટે વાપરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.