પોષી પૂનમ રહેલી બહેનને ભાઈ સાસરીયે મુકવા જતા રસ્તામાં અજાણ્યા વાહને ટક્કર મારી દેતાં, બહેનની આંખ સામે ભાઈએ તડપીને જીવ ગુમાવ્યો..!!

દુનિયામાં ભાઈ બહેનનો સંબંધ સૌથી અમુલ્ય છે. હંમેશા બાળપણથી લઈને મોટા થાય ત્યાં સુધી ભાઈ-બહેન પોતાની દરેક મુશ્કેલીઓમાં સાથ આપતા હોય છે. જેમાં રક્ષાબંધન અને પોષી પૂનમનો દિવસે બહેનો ભાઈઓ માટે પ્રાર્થના કરે છે પરંતુ આ દિવસે એક ભાઈ સાથે એવી ઘટના બની કે જેના કારણે બહેન પોતાનું ભાન ભુલાવી બેઠી હતી.

આ ઘટના ગોવિંદગઢ શહેર નજીક આવેલા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. દીકરાનું નામ અમન હતું. તેમની ઉંમર 22 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે ખૂબ જ હળી મળીને રહેતો હતો. અમનને પરિવારમાં માતા-પિતા, દાદા અને એક બહેન છે. બહેન અમનથી મોટી હોવાને કારણે તેમના લગ્ન થઈ જતા તે સાસરીયે રહેવા જતી રહી હતી.

અમન પોતાની બહેનને ખૂબ જ યાદ કરતો હતો. જેના કારણે એક દિવસ બહેન પોતાના પિયરીયે રહેવા આવી હતી. ત્યારે પરિવારના તેમના દાદાનું અચાનક અવસાન થયું હતું. જેના કારણે બહેન રોકાઈ હતી. ઘણા દિવસો થઈ ગયા હતા. અમનને પોતાની બહેન ઘરે આવે ત્યારે ખૂબ જ સારું લાગતું તે બહેનને દરેક મુશ્કેલીઓ જણાવતો હતો.

અને તે પોતાની બહેન સાથે બેસીને ખૂબ જ વાતો કરતો હતો. અમન પોતાની બહેનને ખૂબ જ સારી એવી મિત્ર માનતો હતો. ઘણા દિવસો થઈ જતા બહેનને પોતાના સાસરીયે જવાનું હતું પરંતુ પોષી પૂનમ હોવાથી અમને બહેનને એક દિવસ વધારે રહેવા કહ્યું હતું. જેના કારણે બહેન આ એક દિવસ રોકાઈ હતી.

પોષી પૂનમનો દિવસ હોવાને કારણે બહેન પણ ખૂબ જ ખુશ હતી. તેણે પોતાના ભાઈ માટે ઘણી બધી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બપોર થતા બહેનને સાસરીએથી ફોન આવ્યો હતો. કોઈ કામ હોવાને કારણે બહેનને સાસરીયે પાછું જવું પડે તેમ હતું. જેના કારણે અમન તેમની બહેનને સાસરીએ મૂકવા માટે ઘરેથી નીકળ્યો હતો.

પોતાની બાઇક લઈને બંને ભાઈ બહેન સાસરીયે જવા માટે નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં ચરેડા બંગડી વડવાળા ચોક પાસે પહોંચતા અચાનક જ સામેની તરફથી આવતા અજાણ્યા વાહન ચાલકે અમરની બાઈક સાથે પોતાના વાહનની ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ અમનની બાઇક સ્લીપ મારીને ફંગળાઈ ગઈ હતી.

જેના કારણે બહેન અને તેમની સાથે રહેલો થેલો બાઈકથી દૂર ફંગોળાયા હતા અને અમન પણ ફંગળાયને પડી ગયો હતો. તેનું માથું રોડ પર ભટકાઈ જતા તે ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયો હતો. તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેની બહેન પણ દરેક લોકોને મદદ કરવા માટે વિનંતી કરી રહી હતી.

ત્યારબાદ અમનને તરત જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં લઈ જતા રસ્તામાં જ અમનનું મૃત્યુ થઈ ગયું હતું. બહેન પણ અમનની સાથે જ હતી અને તેની નજર સામે તેના લાડકા ભાઈએ જીવ ગુમાવ્યા હોવાને કારણે તે આઘાતમાં સરી પડી હતી. ત્યારબાદ તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારના લોકોને અમનના મૃત્યુની જાણ થતા જ પરિવારના લોકો રડી રહ્યા હતા અને અમનના મૃત્યુને કારણે તેઓ શોકમાં આવી ગયા હતા. અમનની બહેન ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. પોષી પૂનમ જેવા દિવસે જ તેમના ભાઈએ નજર સામે પોતાનો જીવ ગુમાવ્યો હોવાને કારણે તે પોતાનો ભાન ભુલાવી બેઠી અને બેભાન થઈ ગઈ હતી. પરિવારના લોકોએ આ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *