ઠંડીથી બચવા સળગાવેલી સગડી મોત નું કારણ બની, ધુમાડાથી ગુંગળામણ થી આખો પરિવાર એક જ ઝાટકે ખતમ થઇ ગયો…
ભિવાની શહેરમાં શુક્રવારે એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી. નઈ બસ્તીમાં એક મકાનમાં રહેતા સરકારી શાળાના શિક્ષક, તેની પત્ની અને પુત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. સગડીના ધુમાડાને કારણે ત્રણેયના મોત ગૂંગળામણના કારણે થયા હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હરિયાણાના ભિવાનીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં સરકારી શાળાના શિક્ષક, તેની પત્ની અને એકમાત્ર પુત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્રવિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેયના મોત રાત્રીના સમયે સગડીમાંથી ગૂંગળામણના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે એસપી અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે માહિતી મળ્યા બાદસ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રૂમનો દરવાજો તૂટ્યો હતો.
રૂમની અંદર જેબીટી શિક્ષક જિતેન્દ્ર, તેની પત્ની સુશીલા અને પુત્રી હિમાનીના મૃતદેહ બેડ પર મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જણાવ્યું કે મૃતકનો કોઈની સાથે કોઈ વિવાદ નહોતો. તેમજ મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જિતેન્દ્રની ડ્યુટી ભિવાની શહેરમાં ગુવાર ફેક્ટરી પાસેની પ્રાથમિક શાળામાં હતી.
મૃતક સુશીલાના પિતા ધરમબીરનું કહેવું છે કે તેમનો કોઈ સાથે કોઈ વિવાદ નથી. તેમને શંકા છે કે કોઈએ ત્રણેયની હત્યા કરી છે. સાથે જ પોલીસ આ કેસની ઊંડી તપાસમાં લાગેલી છે. સગડીના ધુમાડાને કારણે ત્રણેયના મોત થયા હોવાની આશંકા છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.