લોટ બાંધીને બનાવેલી રોટલી ખાઈને સુતેલા પરિવારના 7 લોકોને અડધી રાત્રે ઉલટીઓ થવા લાગી અને સવાર પડતા જ થઈ ગયું એવું કે ઉભા રોડે દોડતું થવું પડ્યું…
અત્યારે કોઈ પરિવાર ઉપર આફત આવી પડે તેનું નક્કી હોતું નથી, હસતા ખેલતા જીવનમાં ઘણી બધી વાર અચાનક જ કોઈ મુશ્કેલ ભર્યો પડાવ સામે આવી જાય છે અને આ મુશ્કેલની ઘડી સહન કરવી એ દરેક પરિવાર માટે ખૂબ જ અઘરી પરિસ્થિતિ સાબિત થતી હોય છે. અત્યારે મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં આવેલા ગૌશાદબાદ પાસેથી અતિશય હચમચાવી દેતી ઘટના બની છે..
અહીં સંજય નગરના ગરોઇ ગામમાં એક સંયુક્ત કુટુંબમાં પરિવાર જીવન જીવે છે. પરિવારમાં દુર્ગેશ, ગજેન્દ્ર, પૂજા, સુનિતાબાઈ, રોશની, અંકિત સહિતના સભ્યોનો સમાવેશ થાય છે. રાત્રિના સમયે સુનીતાબાઇ તેમજ પૂજાએ ઘરનું ભોજન બનાવતી વખતે તેમના ગામથી બે કિલોમીટર દૂર થી ખરીદીને લાવેલા લોટ વડે રોટલી બનાવી હતી..
અને આ રોટલી ખાઈને સમગ્ર પરિવાર ઘસઘસાટ ઊંઘમાં સુઈ ગયો હતો. પરંતુ અડધી રાત્રે પરિવારના સાત સભ્યોને અચાનક જ ઉલટીઓ શરૂ થવા લાગી હતી. આ ઉલટીઓ થતા જ પરિવારજનોને અંદાજો આવી ગયો હતો કે, કદાચ કોઈ ચીજ વસ્તુ પાણી કે ખોરાકના માધ્યમથી તેમના શરીરની અંદર ગઈ છે..
જેના કારણે સમગ્ર પરિવારને ઉલટીઓ થાય છે, અને તમામની તબિયત પણ બગડી ચૂકી છે. સવાર પડતા જ સાથે સાત સભ્યોની હાલત બિલકુલ નાજુક બની ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડે તેવી નોબત પણ આવી પડી હતી. તાત્કાલિક ધોરણે આસપાસના પડોશીઓની મદદ લઈને આ સાથે વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા..
જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી ત્યાં ડોક્ટરે સારવાર કર્યા બાદ જણાવ્યું કે, આ પરિવારના સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું છે. જો તેઓ સમયસર હોસ્પિટલે હાજર થયા હોત નહીં તો કદાચ તેમનું મૃત્યુ પણ થઈ શકે પરંતુ સદનસીબે તેઓ અહીં પહોંચી ગયા એટલા માટે તેમનો જીવ બચી ગયો છે…
અત્યારે દરેકની હાલત બિલકુલ સામાન્ય છે. પરિવારજનો જ્યાંથી લોટ લઈને આવ્યા હતા, એ લોટની અંદર જ અમુક બેક્ટેરિયા ઉત્પન્ન થઈ ગયા હતા અને એ લોટ વડે બનાવેલી રોટલી ખાતાની સાથે જ પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થવા નું સામે આવ્યું છે. અત્યારના સમયમાં લોકો પૈસા કરતા પણ વધારે મહત્વ અને પ્રાધાન્ય સ્વાસ્થ્યને આપે છે..
કારણ કે જો સ્વાસ્થ્ય સારું હશે તો જીવન લાંબુ અને સુખમય રીતે પસાર કરી શકાશે, પરંતુ જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો જીવન એકદમ નીરસ બની જતું હોય છે. જ્યારે આ ઘટના બની ત્યારે શરૂઆતમાં તો પરિવારના દરેક સભ્ય ખૂબ જ હચમચી ઉઠ્યા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે એવું તો શું થયું છે કે એક સાથે સાથે વ્યક્તિઓને ઉલટીઓ થવા લાગી છે..