આઇસર અને કાર વચ્ચે થયો એટલો ભયંકર અકસ્માત કે ચાર ગામ સુધી અવાજ આવ્યો, કારનું તો આખું પડીકું વળી ગયું, ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત, એકનો સારવાર દરમિયાન મૃત્યુ…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે આજે એક ચોંકાવનારો અકસ્માત ભાવનગરના તળાજા માંથી સામે આવ્યો છે જ્યાં તળાજાના નેશનલ હાઇવે શેત્રુંજી પુલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં આઇસર અને ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને આ સમગ્ર ઘટનામાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા આકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે છે,

ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે એક વ્યક્તિ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા ની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદ થી વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન વ્યક્તિ બચી શક્યો નહીં.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર અને આઇસર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી અને અવાજ પણ ખૂબ જ મોટો આવ્યો હતો જેને કારણે આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે તમે તસવીરમાં જોઈ શકો છો કે કેટલું ભયંકર અકસ્માત હશે કે કારનું આખું પડેલું વળી ગયું છે ગાડીનો આગળનો ભાગ આખો ભડધુ થઈ ગયો છે. આ ભયંકર અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ જે ગંભીર રીતે ઘાયલ હતો તેને 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

કારનું આખું પડેકુ વળી જતા લાશને બહાર કાઢવામાં પોલીસ ટીમને ખૂબ જ મુશ્કેલી પડી હતી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ભોગ બનનાર મહુવાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યું છે પોલીસ ટીમે અમૃતદેહોને પોસ્ટ મોર્ટમ થી ખસેડવામાં આવ્યા છે અને પોલીસ કર્મચારીઓએ આ કેસમાં વધુ તપાસ હાથ કરી છે હાલ અકસ્માતનું કારણ અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *