દીકરાના જન્મદિવસે આખો પરિવાર બહાર ગયો હતો પરંતુ રેતી ભરેલો ટ્રક કાળ બન્યો, આખી કારને ચીરીને લાશો બહાર કાઢવી પડી…

યુપીના રાયબેરલી માં મંગળવારની રાત્રે એક ભયાનક જ અકસ્માત સર્જાયો હતો સમગ્ર પરિવાર ધાબા પર ભોજન કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે જ રાયબેરલી અને પ્રયાગરાજ નેશનલ હાઈવે 30 ના ભોદખર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે રેતી ભરેલા ટ્રક અચાનક જ કાર પર ઊંધો વળી ગયો અને કારનો કુરચે કુરચો બોલી ગયો હતો. આખી કાર ટ્રક નીચે દબાઈ ગઈ હતી અને આ સમગ્ર ઘટનામાં બે બાળકો સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ રેતી ભરેલો ટ્રક ખૂબ જ ઓવરલોડ હતો, અને તેના કારણે ટ્રક ઇકોસ્પોર્ટ કારોબાર બેકાબૂ થઈને ઉપર પડી ગયો અને આ સમગ્ર અકસ્માતમાં કારની અંદર સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયા હતા. મંગળવાર ની રાતે બાળકનો જન્મ દિવસ હતો અને તેના કારણે આખો પરિવાર ઢાબા પર એક કટ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા અને ત્યારે જ આ સમગ્ર ઘટના બની હતી.

અકસ્માતની ઘટના સાંભળતા સમગ્ર હાઇવે પર ખળબળાટ મચી ગયો હતો. અને તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ પોલીસને આની જાણ કરી હતી અને લોકોએ સાથે મળીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ચાલુ કરી દીધું હતું કારની અંદર સવાર સમગ્ર ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવ્યા પરંતુ પાંચ લોકોને જેટલા હોસ્પિટલમાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ આ કાર સવાર ની અંદર 45 વર્ષીય રાકેશ અગ્રવાલ જે પોતાની છ વર્ષીય દીકરા રેયાંશ ના જન્મદિવસ પર બહાર ઢાબા પર ભોજન કરવા માટે ગયા હતા અને કારની અંદર પત્ની સોનમ સાથે રઈસા સહિત નાનો ભાઈ રચિત સાથે તેની પત્ની રુચતા તેમના બે બાળકો તાનસી અને આદિત્ય પણ આકારમાં હતા.

મૃત્યુકોની સંખ્યા ની પુષ્ટિ કરતા ભદોખર પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ જણાવ્યું કે રેયાંસ, રાકેશ અગ્રવાલ 45, સોનમ અગ્રવાલ 35, રાયસા 9, અને રુચિતા અગ્રવાલ 35 ને મૃત અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાકી ત્રણ લોકો જે ઘાયલ છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.