ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જતી વખતે ૧૦૮, કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતા વિદ્યાર્થીનું મોત

જામનગર શહેરના જીઆઈડીસી ફ્રેસ-૩ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રીક્ષા અને ૧૦૮ એમ્બ્યુલન્સ આ ત્રણ વચ્ચે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું છે. અન્ય એક જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે જ એમ્બ્યુલન્સનો એકસ્માત થતા દર્દીનું મોત થયું હતું.

જામનગર શહેરના જામજોધપુર પરીક્ષા સેન્ટરમાંથી બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી અને છેલ્લું પેપર આપીને બાઈક પર જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીને શેઠ વડાળા અને નરમાણા ગામ વચ્ચે ટ્રક ચાલકે હડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વિદ્યાર્થીઓ ઘવાયેલા હતા. જેથી આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ૧૦૮ મારફતે લઈ જવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન જીઆઈડીસી ફ્રેસ-૩ પાસે આ એમ્બ્યુલન્સનું પણ અકસ્માત થતા એક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું ત્યાંને ત્યાં જ મોત નીપજ્યું હતું. જામજોધપુરના સરોડર ગામના રહેવાસી અને ધોરણ ૧૦ના વિદ્યાર્થી કિશન દેવભાઈ મૂઢવા અને નવનીત ભીમજીભાઇ ચારોલા તેમજ તેનો અન્ય એક મિત્ર બાઈક લઈને બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી ઘર બાજુ આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓનો અકસ્માત થતા તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.

ત્યારે જીઆઈડીસી ફ્રેસ-૩ના એપલ ગેઈટ પાસે એક રિક્ષા, કાર અને આ એમ્બ્યુલન્સ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા કિશન દેવભાઈ મૂઢવાનું મોત નીપજ્યું હતું.  તેમજ ૧૦૮ના પાઈલટ સહિત દર્દીના સગાને પણ ઈજા થઇ હતી. જેથી તે લોકોને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક કિશનના પરિવારમાં કુલ પાંચ સભ્ય હતા. પરિવારમાં કિશન સૌથી નાનો હતો.

કિશનને એક મોટો ભાઈ અને એક મોટી બહેન પણ છે. જામનગર શહેરમાં કાર, રીક્ષા અને એબ્યુલન્સ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.  એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહેલા એક દર્દીનું આ અકસ્માતમાં મોત થઈ ગયું હતું. આ વિદ્યાર્થીનો પહેલા અકસ્માત થયો હતો જેમાં ઈજા થતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો.

જોકે, આ દરમિયાન જ એમ્બ્યુલન્સનો જ અકસ્માત થતા તે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાને લઈ અને હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ લોકોના પણ ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જેને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને દુર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.