સમાચાર

ભાભી હતા કારમાં અને ત્યારબાદ એવું થયું કે… ત્રણ યુવકો ભાભીને લઈ ગયા

આ ઘટના વલસાડના ઉમરગામ તાલુકાની છે જ્યાં એક કારમાં જતા દિયર અને ભાભીની કારને આંતરીને ભાભીનું અપહરણ થયું. અપહરણકારો 3 શખ્સો હતા આ યુવતીની સાથે તેનો દિયર હતો અપહરણકારોએ દિયરને પહેલા ઢોર માર માર્યો ત્યારબાદ તેની ભાભીને ઉઠાવીને લઇ ગયા દિયરની કારને આંતરીને આ અપહરણકારોએ સુરક્ષિત ગણાતા ગુજરાતમાં એક પરિણીતાનું અપહરણ કર્યુ હતું.

જેથી અપહરણકારોના ઢોર મારનો ભોગ બનેલો દિયર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને સમગ્ર આપવીતી જણાવી. આ ઘટનાને ગંભીર જાણીને પોલીસે તાત્કાલીક ફરિયાદીની ભાભીને છોડાવવા માટે દોડધામ શરૂ કરી અને સાંજ સુધીમાં અપહરણ કરનાર ત્રણેય શખ્સો સુનિલ વારલી, રાહુલ કમાલે અને સુરજ ઝાને દબોચી લીધા. પોલીસે આ ત્રણેય અપહરણકારોના ચુંગાલમાંથી આ યુવતીને તો મુક્ત કરાવી દીધી હતી પણ યુવતીની એક હકિકત જાણીને પોલીસ પણ ચોંકી ગઇ.

આખરે શું થયો ખુલાસો ? પોલીસે આ યુવતીની હાલત જોઇને તેને સારવાર માટે ખસેડી ત્યારે યુવતીએ પોલીસને જણાવ્યું કે અપહરણકારોએ માત્ર તેનું અપહરણ જ નહોતું કર્યું પરંતુ તેના પર પોતાની હવસ પણ સંતોષી હતી આમ પોલીસને પ્રથમ દ્રષ્ટીએ માત્ર અપહરણનો જણાતો આ કેસ ગેંગરેપમાં ફેરવાઇ ગયો હતો જેથી પોલીસે બળાત્કાર સહિતની કલમો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આખરે ગુનેગારોએ કેવો આરોપ મુક્યો આ સમગ્ર પ્રકરણમાં ધરપકડ કરાયેલા સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કમાલે અને સુરજ વિદ્યાનંદ ઝાની જ્યારે પોલીસે કડકાઇથી પૂછપરછ કરી ત્યારે ત્રણેયે પોલીસ સામે વટાણા વેરી દીધા અને દુષ્કૃત્ય કર્યાની વાત કબૂલી લીધી હતી. પણ સાથોસાથ એક એવી વાત જણાવી જે જાણીને પોલીસ માટે પણ આ વાત તપાસનો વિષય બની ગઇ પકડાયેલા આરોપીઓએ સીધુ જ યુવતીના ચારિત્ર્ય સામે લાંછન લગાવ્યું હતું.

આરોપીઓએ એવો દાવો કર્યો કે આ યુવતી અનૈતિક કામગીરી સાથે જોડાયેલી છે જેથી તેની પાસે મજા કરવા માટે અમે લોકોએ તેનું અપહરણ કર્યું હતું. હવે પોલીસ સામે આરોપીઓએ કરેલી આ રીતની કેફીયતે પોલીસ માટે પણ વિમાસણ સર્જી છે હાલમાં આરોપીઓના આવા દાવાને પોલીસે પાયાવિહોણા ગણીને ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *