સમાચાર

કોરોના ના કેસની રફતાર વધતા જ અહીં લાગ્યું લોકડાઉન

શું આપણે ત્યાં ફરી લાગશે લોકડાઉન આખરે ક્યાં લગાવાયું લોકડાઉન ?શું ફરી કેદ થઇ જશે માનવજિંદગી ? આ સવાલ સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી રહેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના કારણે ઉઠી રહ્યા છે. કેમકે, વિશ્વના અનેક દેશોમાં પ્રસરી ચૂકેલો ઓમિક્રોન વેરિયન્ટ હવે આપણા દેશમાં પણ ભયરૂપી ડાકલા વગાડવા લાગ્યો છે.

આપણે ત્યાં ભારતમાં કોરોનાના આ નવા વેરિયન્ટના કેસોમાં ધડાધડ વધારો થઇ રહ્યો છે. તો આપણાથી અન્ય દેશોની સ્થિતી ખૂબજ ભયાવહ છે તેમાનો એક દેશ છે ચીન. ચીનમાં કોરોનાના કેસોમાં ભયજનક રીતે વધારો થતા  ચીને પશ્ચિમી શિયાન શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. માનવામાં આવે છેકે ચીન જ કોરોનાનું જન્મદાતા છે અને વુહાનથી જ કોરોના વાયરસની શરૂઆત થઈ હતી

ત્યારે હવે ચીને ફરી લોકડાઉન લગાવવા જેવું મોટું પગલું લીધુ છે ચીન માટે પણ ચિંતાનો વિષય એ પણ છે કેમકે ચીનમાં ફેબ્રુઆરી 2022માં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવા જઇ રહી છે. કોરોના આવ્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ઘણા દેશોમાં ઘણી વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ચીન પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

ત્યારે ફરી ચીને કોરોના વાયરસના વધતા જતા કેસોને લઇને પશ્ચિમી શિયાન શહેરમાં લોકડાઉન જાહેર કર્યું છે. શિયાનમાં લોકડાઉન એ ચીનનું કડક વલણ દર્શાવે છે. હાલમાં શિયાનની 1. 30 કરોડની વસતીને ઘરમાં કેદ રહેવા જણાવી દેવાયું છે.  જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર જવા માટે માત્ર એક જ વ્યક્તિને જવા દેવાનો નિર્ણય કરાયો છે. શિયાન શહેરની બહાર બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છેકે 14 જિલ્લામાં 127 લોકો સંક્રમિત મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચીનમાં ફેબ્રુઆરીમાં વિન્ટર ઓલિમ્પિક યોજાવાની છે. ત્યારે ઉનાળામાં તબાહી મચાવનાર ડેલ્ટાની અસર ઓછી છે પરંતુ નવા વેરિઅન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. ડેલ્ટા વાયરસ સામે લડવા માટે ચીને ભૂતકાળમાં આવા જ પગલાં લીધા હતા અને ત્યારબાદ દેશમાં કોરોના વાયરસના કેસ શૂન્ય થઈ ગયા હતા. ચીને શિયાનથી અન્ય સ્થળોએ સંક્રમણને રોકવા માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *