સુરત ત્રિપલ મર્ડર કેસ, કારીગરે કારખાનાના માલિક, પિતા અને મામાની એક જ ઝાટકે પતાવી નાખ્યા, નોકરી માંથી કાઢી મુક્તા ગુસ્સો આવ્યો હતો…

હાલના ટૂંક સમયમાં જ અમરોલીમાં એક ભયાનક કિસ્સો હાથ કર્યો છે આ કિસ્સામાં એક કારખાનાના માલિકને અને તેની અંદર કામ કરતા બે યુવકો દ્વારા તેના માલિકની હત્યા કરવામાં આવી હોય તેવી જાણ મળી રહે હોય છે તેમજ આ ઘટનાને સાંભળીને તમે સૌ કોઈ ચોકી જશો તેમજ આ ઘટના સીસીટીવી કેમેરા ઉપર લાઈવ રેકોર્ડ પણ થયેલી છે.

તેમ જ ત્યાંના લોકો પણ તેને જોઈને ખૂબ જ ડરી ગયા હતા અને હકા બકા રહી ગયા હતા. જેમાં આજે બોલાચાલી થઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાનાના માલિક કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણેયના મોત થયા હતા. ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આ ઘટના આજે સવારે 9.15 વાગ્યે અમરોલી સ્થિત વેદાંત ટેક્સમાં બની હતી. કારીગરોએ દસ દિવસ પહેલા જ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની લડાઈમાં તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે નાઈટશીપમાં કામ કરતા કામદારને યોગ્ય કામ ન કરવા બદલ છોડી દેવામાં આવ્યો હતો.

તેમજ તેના જ કારણે આ વહેલી સવારે નીકાળેલા કર્મચારીએ તેના માલિકના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી.ખુબ માર મારીને હત્યા કરી દીધી હતી તેમજ તેઓ જાણવામાં મળી આવ્યું છે. તેના પિતા અને મામાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી એક યુવાન વયનો અને એક પુખ્ત વયનો છે. ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, કલ્પેશભાઈ ધનજીભાઈ ધોળકિયા,

તેના પિતા ધનજીભાઈ ધોળકિયા અને તેના મામા ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડિયા સવારે કારખાનામાં ગયા હતા, ત્યારે નાઈટ શિફ્ટના કામદારો સાથે બોલાચાલી થઈ હતી અને પછી બંને કામદારોએ લાકડીના ઘા માર્યા હતા. આ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તેમજ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં બે કારીગરો પૈકી એક 10 દિવસ પહેલા ત્યાં કામ કરતો હતો અને બીજો કારીગર થોડા સમય પહેલા ત્યાં કામ કરતો હતો. બંને નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા. સવારે જ્યારે કારખાનાના માલિક ફેક્ટરી પર પહોંચ્યા ત્યારે કારીગરો સૂઈ ગયા હતા અને પછી વાત કર્યા બાદ બોલાચાલી થઈ હતી, જેના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની છે અને તેઓ સુરતના કોસાડ આવાસ પાસે રહેતા હતા.પકડાયેલા આરોપીનું નામ આશિષ મહેશ્વરભાઈ રાઉત છે. જ્યારે બીજો આરોપી સગીર છે. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સામાજિક આગેવાન અને વેપારી માથુર સવાણીએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો સાથેની બેઠકમાં ગૃહમંત્રીએ આ ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની અને આવી ઘટના ફરી ન બને તે માટે ખાતરી આપી છે અને ઘટના પાછળના પરિબળોની તપાસ કરવાની પણ ખાતરી આપી છે. . આ કેસની ચાર્જશીટ 7 દિવસમાં કોર્ટમાં રજૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.

અને ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે કે આ મામલે કોઈ સમાધાન નહીં થાય. અન્ય કેસોની જેમ આ કેસમાં પણ તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. અમે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની દરખાસ્ત રજૂ કરી છે. અમે સારા સરકારી વકીલની માંગણી કરી હતી, તે મુજબ અમને સરકારી વકીલ આપવાની બાંયધરી પણ આપવામાં આવી છે.

તેમજ તેની સાથે સાથે ડીએસપી હર્ષદ પણ જણાવતા કહે છે કે આ ઘટના સવારના વેલા થઈ હોય તેવું જોવામાં આવી રહ્યું છે તેમજ તેને આ ઘટનાને ધ્યાનમાં લઈને તેની સાથે સાથે તે કર્મચારીઓને પણ કાર્યવાહી હાથ ધરી છે તેવું જોવા મળી રહ્યું છે . ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. નાઇટ શિફ્ટમાં કામ કરતા કારીગરો સાથે બોલાચાલી બાદ આ ઘટના બની હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે SITની રચના કરવામાં આવી છે. ઝોન-5માં એસીપી ક્રાઈમ, અમરોલી પીઆઈ સહિતની ટીમ બનાવવામાં આવી છે. ગૃહમંત્રીની હાજરીમાં સમાજના આગેવાનો અને શહેરના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં આ કેસમાં જલ્દી ચાર્જશીટ કરી ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે ગૃહમંત્રીની સૂચના મળી છે. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પુરાવા સહિતની કામગીરી હાથ ધરી છે. આ મામલામાં એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે. SIT ટીમમાં 5 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સુરતમાં વેપારીની હત્યા અંગે આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

ઇશુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સુરતમાં ટ્રિપલ મર્ડરની ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. સુરત સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ગઈ છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન મૃતકના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પિનાકીન પરમારે જણાવ્યું હતું કે કામદારની ભૂલને કારણે સામાનને નુકસાન થયું હતું.

જેના માટે માલિકે પૈસા આપીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.  આજે સવારે કારખાના પર આવો હુમલો થયો હતો. જેમાં કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ ધોળકિયા અને મામા ઘનશ્યામભાઈ રાજોડિયાનું મોત થયું હતું. મૃતદેહોને કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ટીમો તૈનાત કરવામાં આવી હતી.

વેદાંત ટેક્સોનાના માલિક કલ્પેશ ધોળકિયાએ આજે ​​તેમના કામદારોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જેના કારણે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો.  જેમાં કલ્પેશ પર કારીગરોએ જ હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ તેને બચાવવા આવ્યા હતા. તેને ચપ્પુ પણ માર્યું હતું. કલ્પેશ સહિત ત્રણેયની હત્યા કર્યા બાદ કારીગરો ભાગી ગયા હતા.

ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, કુમાર કાનાણી સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની અલગ-અલગ ટીમો દોડતી થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. કારખાનેદારને નોકરીમાંથી છૂટા કરતાં આવો ઝઘડો થતાં તેની હત્યા કરવામાં આવી હતી.

ત્રિપલ મર્ડરની ઘટના બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ હોસ્પિટલ ખાતે એકઠા થઈ રહ્યા છે. આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. અમને કારખાના માલિકો કલ્પેશ ધોળકિયા, ધનજીભાઈ, ઘનશ્યામભાઈના મૃત્યુની માહિતી મળી રહી છે.

હોસ્પિટલમાં લોકોની એક જ માંગ હતી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું હતું કે હત્યા સામાન્ય બાબતમાં થઈ છે. આ ઘટના બની છે, તેના આરોપીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આરોપીઓને સબક મળે તે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *