સમાચાર

ભૂલમાં બીજી ટ્રેનમાં મહિલા ચડી ગઈ તો ચાલતી ટ્રેને માતાએ પહેલા બાળકોને ફેક્યા બાદમાં પોતે પણ કુધી ગઈ અને પછી તો…

ઉજ્જૈન રેલવે સ્ટેશન પર એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા જે ટ્રેનમાં જવાનું હતું તે ટ્રેન ની જગ્યાએ બીજી ટ્રેનમાં ભૂલ થી બેસી જતા ચાલુ ટ્રેનમાંથી તે પોતાના બે બાળકોને સાથે લઈને કૂદી પડી હતી. ત્યાંના કોન્સ્ટેબલ દ્વારા મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવી હતી. હાલમાં ત્રણે જણા એકદમ સુરક્ષિત છે. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહેશ કુશવાહા, કોન્સ્ટેબલ ને આ ત્રણેયને બચાવવા માટે ઇનામ આપવાની જાહેરાત કરી હતી

શનિવારે સાડા છ વાગ્યે ઉજ્જૈન રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. ત્યાં એક વ્યક્તિ તેની પત્ની અને બાળકોને લઈને સિહોર જવાનો હતો. તેમની ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવવાની હતી અને તેઓ પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી ગયા હતા. જ્યાં સુધી પતિ ટિકિટ લેવા ગયો ત્યાં સુધીમાં તો જયપુર નાગપૂર એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ અને પત્ની બાળકો સાથે ઉતાવળમાં તે ટ્રેનમાં ચડી ગઈ હતી અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી

જ્યારે મહિલાને ખબર પડી કે તે લોકો ખોટી ટ્રેનમાં ચડી ગયા છે ત્યારે તેને પહેલા બંને બાળકોને ટ્રેનમાંથી ફેંકી દીધા હતા અને પછી પોતે પણ ટ્રેનમાંથી કૂદી પડી હતી. ત્યાંના જીઆરપી કોન્સ્ટેબલ મહેશ કુશવાહાએ મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધી હતી. અને તેના બાળકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. તેમનો સામાન એક મુસાફરે ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો.હાલમાં આ ત્રણે જણ એકદમ સુરક્ષિત છે. જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થતા તેને મહિલાને ખૂબ જ ઠપકો આપ્યો હતો

Leave a Reply

Your email address will not be published.