લેખ

ચાલુ ઝૂમ મીટિંગમાં જ અધિકારીની સેક્રેટરી સાથે કર્યું એવું કામ કે બધું જ રેકોડ થઇ ગયું અને પછી તો…

ફિલિપાઇન્સનો એક સરકારી અધિકારી તેની સેક્રેટરી સાથે કેમેરામાં પકડાઈ ગયા હતા. ઓનલાઇન મીટિંગ્સ દરમિયાન, કેટલીક શરમજનક ક્રિયાઓ પણ કેમેરામાં કેદ થઈ જાય છે. આવી જ એક ઘટના ફિલિપાઇન્સમાં બની છે. ઓનલાઇન મીટિંગ દરમિયાન, એક સરકારી અધિકારી તેની સેક્રેટરી સાથે મોજ કરતો જોવા મળ્યો હતો ત્યારબાદ તેને નોકરી માંથી કાઢી મુકાયો હતો.

ઓફિસનું મોટાભાગનું કામ કોરોના વાયરસને કારણે ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. ચિલ્ડ્રન્સ ક્લાસથી લઈને ઓફિસ મીટિંગ સુધીનું બધું ઓનલાઇન છે. જો કે, તકનીકીનું યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે અથવા કેટલીક બેદરકારીને કારણે, લોકોની ઘણી અન્ય પ્રવૃત્તિઓ પણ કેમેરામાં કેદ થઈ જાય છે. આવું જ કંઈક ફિલિપાઇન્સના અધિકારી સાથે બન્યું છે. અહીં એક સરકારી અધિકારી તેના સેક્રેટરી સાથે મોજ માણતા કેમેરામાં ઝડપાયો હતો.

હકીકતમાં, કેવિટ પ્રાંતમાં ફાતિમા દાસ વિલેજ કાઉન્સિલના સભ્યો એક ઝૂમ પર બેઠક કરી રહ્યા હતા. આ કામના સંદર્ભમાં અધિકારીઓની આ મીટિંગ રોજ થતી હતી, પરંતુ 26 ઓગસ્ટની બેઠક દરમિયાન કેપ્ટન જેસન એસ્ટીલ નામના અધિકારી થી મોટી ભૂલ થઈ હતી. એસ્ટીલને લાગ્યું કે મીટિંગ પૂરી થઈ ગઈ છે અને થોડા સમય પછી બીજી બેઠક થશે જો કે આ મીટિંગ ચાલી રહી હતી.

એસ્ટિલે પોતાનો કેમેરો ચાલુ જ રાખીને ઉઠ્યો અને તે જ રૂમમાં સચિવ સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ કર્મચારીઓ કોન્ફરન્સ કોલ લાઇવ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી એકે તેના ફોનમાં એસ્ટીલની આ ક્રિયાનો વીડિયો બનાવ્યો હતો. થોડા સમય પછી જ્યારે એસ્ટીલે મીટીંગમાં ફરી જોડાવાનું વિચાર્યું, ત્યારે તેને ખબર પડી કે તેનો કેમેરો ચાલુ જ રહી ગયો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પછી લોકોએ આ અધિકારી પર ઉગ્રતાથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કેટલાક લોકોએ એસ્ટિલ વિરુદ્ધ અરજી પણ કરી હતી. આ બાબતને પકડતાં જોઇને ગૃહ અને સ્થાનિક સરકારના વિભાગે કહ્યું કે એસ્ટીલને જલ્દીથી બરતરફ કરવામાં આવશે. રિચાર્ડ જેરોનિમો નામના અધિકારીએ કહ્યું કે અધિકારી અને તેના સેક્રેટરીએ આ કૃત્ય માટે માફી માંગી છે, પરંતુ આ કોઈ સામાન્ય ઘટના નથી અને તેમને ચોક્કસ સજા કરવામાં આવશે.

વીડિયો સામે આવ્યા બાદથી એસ્ટિલ અને તેના સેક્રેટરી બંને ઓફિસમાં નથી જઇ રહ્યા. મીટિંગ છોડતા પહેલા તેણે કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને લાગ્યું કે કેમેરો બંધ થઈ ગયો છે પરંતુ કેમેરો ચાલુ હતો તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. કેમેરાની સામે જ બન્ને આનદ માની રહ્યા હતા અને તે પકડાઈ ગયો હતો. તેના એક પિતરાઇ ભાઇએ તેને આવું અભદ્ર કૃત્ય કરતા કેમેરા માં કેદ કરી લીધો હતો. ફિલીપાઇન્સના પત્રકાર એર્વિન ટુલ્ફોએ બે દિવસ પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કર્યો હતો. આવી જ ઘટના થોડા દિવસો પહેલા બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બની હતી, જ્યાં વર્ચુઅલ કાઉન્સિલિંગ મીટિંગ દરમિયાન અચાનક જ એક દંપતીએ પણ આવું જ કર્યું  હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *