ચાર રસ્તે લીંબુ નાખવાના બહાને પતિને બહાર મોકલીને તાંત્રિકે રૂમનો દરવાજો બંધ કરીને મહિલા સાથે શારીરિક અડપલા કર્યા અને બાદમાં નિવાસ્ત્ર કરીને… Gujarat Trend Team, September 6, 2022 પરિવારની મુશ્કેલી દૂર કરવા માટે ઘરમાં તાંત્રિક વિધિ કરવા ભુવાને બોલાવ્યો અને પરિવારની મુશ્કેલી દૂર કરવાની બદલે પરિવારની મુશ્કેલી ભુવાએ વધારે નાખી હતી આવો એક અજીબો ગરીબ કિસ્સો અત્યારે અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યો છે જે આખો કિસ્સો જાણીને તમારા રુવાડા પણ ઊભા થઈ જશે, તો ચાલો જાણીએ આ શું છે આખી સમગ્ર ઘટના અને ક્યારે બની. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મહિલાએ તાંત્રિક વિધિ કરવા પ્રવીણ સિંહ ગોર નામના વ્યક્તિને ઘરે બોલાવ્યા હતા ત્યારે આરોપીએ ઘરના બેડરૂમમાં પતિ પત્ની અને દીકરાને નીચે બેસાડીને તેમના ઉપરથી લીંબુ ઉતારીને પતિ અને તેના દીકરાને આ લીંબુ ચાર રસ્તે નાખવા મોકલી દીધા હતા. જ્યારે બીજી તરફ તાંત્રિક સમયનો ફાયદો ઉઠાવીને આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બાદમાં મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો મહિલાને એકલી જોઈને તાંત્રિક પોતાની ભાન ભૂલ્યો હતો અને શારીરિક અડપલા કર્યા બાદ મહિલાએ તાત્કાલિક બુમા બુમ કરતા તાંત્રિકે મોઢે આડો હાથ રાખી અને મહિલાને જબરદસ્તી બાથમાં લઈને મહિલા અને નિવાસ્ત્ર કરી નાખી હતી. અને બાદમાં મહિલાએ આરોપીને ધક્કો મારીને દરવાજો ખોલી નાખ્યો હતો અને ત્યાંથી ભાગી છુટ્ટી હતી અને આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી પણ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ પતિને કરતા તાત્કાલિક ધોરણે પતિએ પોલીસ સ્ટેશન પહોંચીને મામલાની ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળતી માહિતી મુજબ તાંત્રિક અને ફરિયાદી મહિલાનો પતિ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા ત્યારે પોલીસ અત્યારે હવે આરોપીની તપાસ કરવા દોડતી થઈ છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર