4 વર્ષથી લફરું ચાલતું હતું લગ્ન કરવાની ના પડી તો પ્રેમિકાને ગોળી મારી દીધી પાછુ મિત્રને પૂછ્યું કે મારી કે નહિ…

ભોજપુરના બીટ્ટુ કુમારી અને મહેશકુમાર છેલ્લા 4 વર્ષ થી એકબીજાના પ્રેમ સંબંધમાં હતા. મહેશ કુમાર એ જયારે બીટ્ટુ ને લગ્ન કરવા કહ્યું ત્યારે તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી આથી તેને યુવતી ને ગોળી મારીને મારી નાખી હતી.જયારે યુવતીને ગોળી મારી ત્યારે મહેશ એ તેના મિત્ર ને પૂછ્યું કે” લાગે છે આ આ હજુ મરી નથી, ત્યારે મિત્ર એ કહ્યું કે” મહેશ, બીટ્ટુ મૃત્યુ પામી છે ” મહેશએ જ્યારે બીટ્ટુ ને કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ ત્યારે બીટ્ટુ ના પરિવારજનોએ બન્ને ની જ્ઞાતિ અલગ હોવાને કારણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આથી બીટ્ટુ નું બીજે જગ્યા એ નક્કી કરી દીધું હતું જે મહેશથી દેખાયું નહિ અને ગુસ્સે થઈને યુવતી પર ગોળી બાર કર્યો હતો. આ ઘટના બુધવારે સાંજે બની હતી. જેમાં યુવક એ યુવતી પર ચાલતી બાઈક ઉપર ગોળી બાર કર્યો હતો.નાયકા ટોલા વિસ્તારમાં રહેતા દેવલાલ ભાઈ ના પુત્ર મહેશ અને અને તેના મિત્ર રોશન ની ધરપકડ કરાઈ છે. આ ઘટના જગદીશપૂર પોલીસ સ્ટેશન વિસ્તારના બૌરહવા બાબા સ્થળ પાસેની છે.આરોપી પાસે થી પિસ્તોલ, બુલેટ અને એક બાઈક પણ મળી આવી છે.

આ ઘટના અંગે ડીએસપી શ્યામ કિશોર એ જણાવ્યું હતું કે આ યુવક અને યુવતી છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમ સંબંધમાં હતા. જ્યારે યુવકે યુવતીને લગ્ન વિશે કહ્યું ત્યારે પરિવારજનોએ જ્ઞાતિ અલગ હોવાને આ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બીટ્ટુએ પણ મહેશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું આથી બીટ્ટુ ની બેવફાઈ મહેશ થી સહન ન થઈ અને તેને નારાજ થઈ ને તેના મિત્ર સાથે મળી ને બીટ્ટુ પર ગોળીબાર કર્યો હતો.

બીટ્ટુ ના પરિવારજનોએ લગ્ન માટે ના પડતા બીટ્ટુ નું બીજી જગ્યા એ નક્કી કરવામાં આવ્યું હતું અને તે બીજા છોકરા સાથે વાત કરતી હતી. જે મહેશ ને ગમ્યું નહિ અને ગુસ્સે ભરાયેલ મહેશ એ બીટ્ટુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું. 11 મેના રોજ સાંજે, બિટ્ટુ તેના જીજાજી સાથે બાઇક પર મંદિરમાં લગ્ન સમારોહમાં ગઈ હતી.ત્યારે અચાનક મુકેશ ત્યાં પહોંચી ગયો. મુકેશ તેની પ્રેમિકાને મળવા માટે આખો દિવસ મંદિરમાં રાહ જોઈ હતી પરંતુ બિટ્ટુ મળવા આવી ન હતી જે બાદ મહેશ તેના સાથીઓ સાથે મંદિરથી ઘર સુધી બિટ્ટુનો પીછો કરવા લાગ્યા હતા.

આવી સ્થિતિમાં બિટ્ટુ સાંજે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેનો પ્રેમી મહેશ તેની પાછળ આવ્યો હતો અને બૌરહવા બાબા પાસે તેનું બાઇક રોકીને બિટ્ટુને પૂછ્યું કે તું ક્યાં જાય છે?? પરંતુ બિટ્ટુએ જવાબ આપ્યો ન હતો. આ પછી મુકેશે બિટ્ટુનો દુપટ્ટો પણ ખેંચી લીધો અને તેને રોકી હતી.જોકે, બિટ્ટુ કંઈ બોલી ન હતી.જે બાદ મહેશ એ ગુસ્સામાં આવીને તેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ બિટ્ટુ બાઇક પરથી પડી ગઈ હતી.ગોળી માર્યા પછી, મહેશ એ તેના સાથીદાર રોશનને પૂછ્યું કે શું તે મરી ગઈ છે?? તેના સાથીએ કહ્યું કે એવું લાગે છે કે તેણી મરી ગઈ છે.

પોલીસે પ્રેમી સહિત બે લોકોની ધરપકડ કરી હતી તે જ સમયે, જગદીશપુરના ડીએસપી શ્યામ રંજન કિશોરે જણાવ્યું હતું કે યુવતીને તેના પ્રેમી મહેશ એ પ્રેમ પ્રકરણમાં ગોળી મારી હતી. બિટ્ટુના લગ્ન ન થવાથી મહેશ નારાજ હતો. મહેશ એ તેના મિત્ર રોશન, ભાઈ ચીકુ અને અન્ય સહયોગીઓ સાથે મળીને બનાવ ને અંજામ આપ્યો હતો પ્રેમી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બેની ધરપકડ માટે પ્રયાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *