સુરતમાં ચાર ભાઈઓ એ એકની એક બહેન ને ગુમાવી, ઘટના જાણીને લોકો પણ સાવધાન થઈ રહ્યા છે!
આજના યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલું વધી ગયું છે કે અત્યારે પણ વ્યક્તિ મોબાઈલથી થોડા સમય માટે પણ દૂર રહી શકતી નથી. આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિઓ માટે મોબાઈલ ખૂબ જ જરૂરી બની ગયો છે. આખી દુનિયાના લાખો-કરોડો લોકો એવા છે કે જેનું દરરોજ નું કામ પોતાના મોબાઇલ ઉપરથી થાય છે.
આ સિવાય અત્યારે કોરોના કારણે બાળકોને શાળા-કોલેજો પણ ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યા હતા જેમાં મોબાઈલ નો ઉપયોગ થઇ રહ્યો હતો. દૂર પરદેશ બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવા માટે લઈને એક નાની નાની બાબતોમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારના સમયમાં દરેક માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોબાઇલ નો દુરુપયોગ થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક મોબાઈલ નો વપરાશ પણ વધી રહ્યો છે.
જો આપણે યંગસ્ટર ની વાત કરીએ તો પોતાના જીવન જરૂરિયાતમાં જરૂર કરતાં પણ વધારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે નાનાથી માંડીને મોટા સુધીના લોકો અત્યારે મોબાઇલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને આના કારણે જ ઘણા બધા નુકશાન પણ વ્યક્તિઓને વેઠવા પડે છે.
આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જ્યાં માતાએ પોતાની બાળકીને મોબાઇલમાં ઠપકો આપ્યો તો બાળકે કરી નાખ્યું હતું એવું કામ કેમ પરિવારને અત્યારે રોવાનો વારો આવ્યો છે. સુરત શહેરના ઊન વિસ્તારમાં રહેતા એક પરિવારમાં માતાએ દીકરીને મુંબઈ અંગે ઠપકો આપ્યો હતો જેના કારણે યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જ્યારે પરિવારમાં ચાર ભાઈઓ વચ્ચે એકની એક બહેન ને અત્યારે ગુમાવવાનો વારો આવ્યો છે.
પરિવાર વિશે તમને જણાવી દઈએ કે પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે સાડીઓમાં સ્ટોન ભરીને દરરોજ દરરોજ કામ કરે છે. માતા દીકરીને મોબાઈલ અંગે ઠોકો આવ્યો હતો અને જેના કારણે દીકરી એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં પરિવારના સભ્યો તરત જ મહિલાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલ સેવા કરનાર ડોક્ટર તેને મૃત જાહેર કરી હતી.