આ વરસાદે તો ભુક્કા બોલાવી નાખ્યા, કલાકોના સમયમાં જ વરસાદ એવી રમઝટ બોલાવી કે ચારે તરફ બસ પાણી જ પાણીના દ્રશ્યો… જાણો કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો…

15 મી ઓગસ્ટના દિવસે દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે અને બીજી બાજુ મેઘરાજા રાજ્યમાં વરસાદની કહેર વરસાવી રહ્યા છે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

વ્યારા અને મેઘરજમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મહેસાણા સતલાસણમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે બારડોલી અને નિઝરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો દોસ્તો તમને છેલ્લા 24 કલાક દરમિયાન ના આંકડા જણાવી દઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 194 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે રાજ્યના 33 તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ ની નોંધણી થઈ હતી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર હજી પણ આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે.

જ્યાં 137% સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 76.73% વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે મધ્ય પૂર્વ ગુજરાતમાં 73% જેટલો વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં 80% જેટલો વરસાદ અને આ સિઝનનો દક્ષિણ ગુજરાતમાં 96% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના મોટાભાગના ડેમ અત્યારે ગયા છે અને તેના કારણે કેટલાક નીચા વાળો વિસ્તારોમાં તંત્રએ અલગ પણ જાહેર કરી દીધું છે અને સૂચના પણ આપી દીધી છે ઉકાઈ ડેમની સપાટીમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે તાપી નદીમાં તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ અત્યારે ઘણો વધારો થયો છે ડેમની રુલ સપાટી કરતાં ત્રણ મીટર જ દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *