સમાચાર

અમદાવાદનું મોસ્ટ ફેમસ ચીઝી પેટીસ, એકવાર ટેસ્ટ કરશો તો બીજીવાર અવશ્ય ખાવા જશો ગેરેંટી

આપણા ગુજરાતીઓ સવારે નાસ્તામાં સમોસા, પરોઠા, પફ કચોરી,ચવાણું ભજીયા,વગેરે જેવી વાનગીઓ લેતા હોય છે. અને ખૂબ જ હશે હશે તેનો આનંદ માણે છે. બધી જ વસ્તુ ટેસ્ટ માં એકદમ ચટપટી હોય છે આથી નાના બાળકો થી માંડી ને યંગ લોકો અને વૃદ્ધ લોકોને પણ ખુબ જ ભાવે છે.. જો તમે પણ આવા ફરસાણ ખાવાના રસિયા છો તો આ ફૂડ આર્ટિકલ ખાસ તમારી માટે જ છે.. કંઈક અલગ નવું ખાવાનો ટ્રાય કરવો હોય તો તમારે અમદાવાદ જવું પડશે.

મિત્રો તમે પફ નું નામ તો સાંભળ્યું જ હશે. પફ એક ખારી ની ત્રિકોણાકાર આઇટમ છે. જેની વચ્ચે બટાકાનો માવો આવેલો હોય છે. લગભગ બધાએ જ પફ તો ખાધા જ હશે પરંતુ શું તમે ક્યારેય રજવાડી પફ ખાધો છે. જો નથી ખાધો તો આજે અમે અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલી અંકિત લકી સેન્ડવીચ પર બનવવામાં આવતો રજવાડી પફ કેવી રીતે બનાવે છે તે શીખવીશું.

રજવાડી પફ બનાવવા માટે નીચેની સામગ્રીની જરૂર પડશે બટાકા નો રેગ્યુલર પફ, લસણીયા ચટણી, ગ્રીન ચટણી, વડાપાવનો મસાલો બટર, ડુંગળી, ટમેટા કેપ્સિકમ મરચાં, ચાટમસાલો, ગરમ મસાલો, ધાણા, સેવ, ચીઝ સૌપ્રથમ ગેસ પર એક તવો મુકો. તો બરોબર ગરમ થઇ ગયા બાદ તેમાં બટર નાખો. બટર થોડું ગરમ થઇ ગયા બાદ તેમાં ઝીણું ઝીણું સમારેલું ટામેટું, ડુંગળી અને લીલા કેપ્સિકમ મરચાં નાખો.  ત્યારબાદ થોડું તેને પાકવવા દો.

ત્યારબાદ તેમાં વડાપાવ નો મસાલો, લસણની ચટણી, ચાટ મસાલો, ગરમ મસાલો,લીંબુ નાખીને બરાબર મિક્સ કરો અને તેને થોડું ચડવા દો. તૈયાર છે તમારા રજવાડી પફ નો મસાલો. ત્યારબાદ એક બટાકાના પફના નાના પીસ કરી લો. ત્યારબાદ આપીશ ને તૈયાર કરેલા મસાલા માં નાખી દો. ત્યારબાદ તેમાં ફરીથી બટર નાખો અને બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને એક ડિશમાં કાઢો. તેની ઉપર ટોમેટો કેચપ, ગ્રીન ચટણી,ડુંગળી, સેવ ચીઝ,ધાણા, ચાટ મસાલો નાખીને સર્વ કરો. તો તૈયાર છે તમારું રજવાડી પફ. આ રજવાડી પફ કિંમત 100 રૂપિયા છે

આ આઇટમ ટેસ્ટમાં એકદમ સ્પાઈસી અને અલગ હોય છે. આઈટમ ને એકદમ તડકો મારીને બટરમાં બનાવવામાં આવે છે. જો તમે પણ ચીઝ બટર ખાવાના રસ્યા છો તો આ આયટમ તમને ખૂબ જ ભાવશે. જો તમે પણ કંઈક અલગ અલગ અને નવું નવું ખાવાના શોખીન હોવ તો અવશ્ય રજવાડી પફ ટ્રાય કરજો. જો તમે પણ અમદાવાદના હો અથવા તો અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો અવશ્ય રજવાડી પફ ટ્રાય કરજો. ચાલો નોંધી લો સરનામું અંકિત લકી સેન્ડવીચ,લો ગાર્ડન, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published.