છેલ્લા 24 કલાક દરમિયાન 118 તાલુકોઓમાં વરસાદ, હવામાન વિભાગે વરસાદને લઈને કરી નાખી ખૂબ જ મોટી વાત… જાણો કયા વિસ્તારમાં હવે ક્યારે વરસાદ ખાબકશે…

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 118 તાલુકો વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા દાંતામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત હવામાન વિભાગે આગાહી જાહેર કરી નાખી છે જેમાં વરસાદને લઈને ભાગે ખૂબ જ મોટી વાત કહી નાખી.

હવન વિભાગના જણાવ્યા અનુસાર નવા મહિનાના એટલે કે 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી કેટલાક વિસ્તારો જિલ્લા તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યારે હવામાન વિભાગના અધિકારીઓ જણાવ્યું કે આજથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જો આંકડામાં એની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં દાતા માં ત્રણ ઇંચ વરસાદ ખાબોચ્યો હતો જ્યારે વલસાડના કપરાડામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો સુરેન્દ્રનગરના ચુડામાં 1.6 ઇંચ જ્યારે અમદાવાદના ધંધુકામાં 1.52 ઇંચ આ સાથે બોટાદ બનાસકાંઠા વ્યારા સલતાસણા બોટાદ સોનગઢ સાબરકાંઠા વડાલી ડેડીયાપાડા જેવા વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સાવ નહીવત પ્રમાણમાં છે, જ્યારે થોડા દિવસોથી અમદાવાદ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે.

જ્યારે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ ખાબકી શકે તેવું જાણવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બુધવારની સાંજે એક કલાકમાં જ પોણા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ફક્ત 40 મિનિટમાં સરદાર નગર કોતરપુર નોબોલનગર જેવા વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *