સમાચાર

અભિનેત્રી ચેતના રાજે પાતળી દેખાવા માટે કરાવી સર્જરી, ઓપરેશન બાદ ફેફસાંમાં પાણી ભરાઈ જતા કરુણ મોત

૨૧ વર્ષની કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી કર્યા બાદ મોત નીપજ્યું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયેલી હતી. ચેતના રાજ ૧૬ મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી. તેણે એના એ જ દિવસે ‘ફેટ ફ્રી’ સર્જરી કરાવી દીધી હતી. સર્જરી કર્યા બાદ ચેતનાની તબિયત થોડી લથડી ગઈ હતી. ચેતનાના ફેફસાની અંદર પાણી ભરાઈ ગયું હતું.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ, ચેતનાએ ૧૬ મેના રોજ સવારે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. જોકે ચેતનાએ પોતાનાં માતા-પિતાને આ અંગે કોઈ પણ પ્રકારની વાત નહોતી કરી. તે તેની ફ્રેન્ડ્સને તેની સાથે હોસ્પિટલમાં લઇ ગઈ હતી. સાંજે પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન થઈ ગયા હતાં. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાવવાનું શરુ થઈ ગયુ હતું. પરંતુ ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહી અને ગણતરીની મિનિટમાં જ ચેતનાનું મોત નીપજ્યું હતું.

૨૧ વર્ષની ચેતનાના પેરેન્ટ્સનો એવો આક્ષેપ છે કે ડૉક્ટર્સની બેદરકારીને કારણે જ તેમની દીકરીએ જીવ ગુમાવી દીધો છે. ચેતનાના માતા પિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી છે. ચેતનાની બૉડી હજુ હાલમાં હોસ્પિટલમાં જ છે.
બોડીને પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

એક્ટ્રેસ યમુનાએ ચેતના રાજને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તેણે એવું કહ્યું હતું કે આ ખુબ જ આઘાતજનક સમાચાર છે. પ્લાસ્ટિક કે કોઈપણ પ્રકારની સર્જરી હંમેશાં આર્ટિફિશિયલ, ફૅક અને કુદરતની વિરુદ્ધમાં જ હોય છે. તે માત્ર એટલું જ કહેવા માગશે કે તમે જેવા છો તેવાનો સ્વીકાર કરી લો. તમે અન્ય કુદરતી ઉપાયોની મદદથી વધુ સારા પણ દેખાઈ શકો છો. વધુમાં ૪૭ વર્ષીય યમુનાએ એવું કહ્યું હતું કે તે આજ સુધી ક્યારેય બ્યૂટિપાર્લર ગઈ નથી.

તે ઘરે જ ઘરેલુ ઉપચારો કરીને સ્કીન તથા હેરને સારા બનાવે છે. તે યોગ તથા ભરતનાટ્યમ પણ કરે છે. હેલ્ધી તથા ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલને લીધે તમારો દેખાવ ચોક્કસથી બદલાય જાય છે. આ પહેલાં વર્ષ ૨૦૨૦માં ૨ ઓક્ટોબરના રોજ એક્ટ્રેસ મિષ્ટિ મુખર્જીનું કિડની ફેલ થવાને કારણે મોત થઈ ગયું હતું. ૨૭ વર્ષીય મિષ્ટિ મુખર્જી કિટો ડાયટ કરતી હતી. આ કારણથી તેની કિડની ફેલ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.