લેખ

રાજસ્થાનથી બોર્ડર પાર કરીને આવી ગયો હતો આ બાળક સૈનિકોએ પુછતાછ કરતા પૂછ્યું અને પછી પાકિસ્તાની…

તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોએ સગીરને પાકિસ્તાનને સોંપવાનું સારું કામ કર્યું છે. રાજસ્થાનના બાડમેરમાં એક આઠ વર્ષિય પાકિસ્તાની બાળક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારત આવ્યો હતો અને સરહદની સુરક્ષા કરી રહેલા બીએસએફ જવાનોએ તરત જ બાળકને પાકિસ્તાનને સોંપ્યું હતું. અહેવાલ મુજબ, બીએસએફ ગુજરાતના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ફ્રન્ટિયર એમ.એલ. ગર્ગે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ૫:૨૦ વાગ્યે, એક બાળક અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને બીએસએફની 83 મી બટાલિયનના બી.ઓ.પી. સોમરાતના સીમાસ્તંભ નંબર ૮૮૮/૨-એસ નજીક ભારતીય સીમા ઘુસી ગયો હતો.

જ્યારે બાળકને બીએસએફ જવાનોએ પકડ્યો હતો, ત્યારે તે ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો, ત્યારબાદ તેઓએ તેને ચોકલેટ બિસ્કિટ આપીને તેને શાંત પાડ્યો હતો, બાદમાં તેઓએ બાળકને તેનું નામ, પિતાનું નામ અને ઘરનું સરનામું પૂછ્યું હતું, તેણે જણાવ્યું હતું કે તેના પિતાનું નામ યમુન ખાન અને પોતાનું નામ કરીમ કહ્યું હતું તેમ જ નગર પારકરના રહેવાસી છે તેવું કહ્યું, બાળક કહે છે કે તે તેના ઘર તરફનો રસ્તો ભૂલી ગયો છે.

આ પછી, ભારતીય સેનાના અધિકારીઓએ પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને તેમને સગીરના ક્રોસિંગ વિશે માહિતી આપી હતી, ત્યારબાદ બાળકને લગભગ ૭:૧૫ વાગ્યે પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો, આવું પહેલી વાર નથી બન્યું કે આપણા દેશના સૈનિકોએ આટલું સારું કામ કર્યું છે, ઘણી વખત લોકો રસ્તે ભટકતા ભારતીય સરહદને પાર કરે છે, પરંતુ આપણી સૈન્ય તેમને સુરક્ષિત રીતે પાછા આપે છે.

જો આપણે આપણા બીએસએફ જવાનોની વાત કરીએ તો, અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે બીએસએફના ૭૦ ટકાથી વધુ જવાનોને જરૂરી આરામ નથી મળતો, જેમાં સૈનિકો અને કોન્સ્ટેબલની સંખ્યા વધુ છે અને ઘણા જવાનોએ કહ્યું છે કે તેમને રોજિંદા ફક્ત ચાર કલાકની ઊંઘ મળે છે અને તણાવ ઘણો વધી જાય છે. બીજી તરફ, જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારે દરેક ભારતીય સીમા સુરક્ષા દળના વખાણ કરતા જોવા મળ્યા હતા. કારણ કે સામાન્ય રીતે જ્યારે પાકિસ્તાનમાં આ પ્રકારની ઘુસણખોરી થાય છે, ત્યારે તે વ્યક્તિને પરત આપતા નથી. પાકિસ્તાન તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.

આવો જ એક કિસ્સો ૪ મહિના પહેલા સામે આવ્યો હતો, જ્યારે ગેમરારામ નામના એક વ્યક્તિએ પાકિસ્તાનની સીમાંમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આજ સુધી પાકિસ્તાને તે વ્યક્તિ ભારતને સોંપ્યો નથી. ગેમરારામની મુક્તિ માટે ભારત સરકારે અનેક વાર લેખન લખ્યું છે, પરંતુ હજી સુધી પાકિસ્તાન તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આ વાત બધા લોકો કદાચ નઈ જાણતા હોય કે આપણી બીએસએફ સરહદોનો બચાવ કરવો કેટલું મુશ્કેલ છે, એક સમાચાર એવા છે કે ગૃહ મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ‘સર્વેક્ષણમાં બીએસએફમાં દરેક સ્તરે સૈનિકો ઉપર કેટલું દબાણ છે તે બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *