છોકરીને થયો બીજી છોકરી સાથે પ્રેમ, પત્ર લખીને કહી નાખ્યું એવું કે… જાણીને સૌ કોઈ ચોકી ઉઠ્યા… Gujarat Trend Team, June 20, 2022 મધ્યપ્રદેશમાં બળવાન જિલ્લામાં એક સમલૈંગિક સંબંધો નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને બીજી યુવતી સાથે પ્રેમ થઈ જતા તે પોતાના ઘરેથી ભાગી ગઈ હતી અને પરિવારજનો માટે બે પેજનો લેટર લખ્યો હતો. યુવતી ભાગી જતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ લખાવી હતી. પોલીસે જ્યારે આ પત્રનું ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું છે કે આ યુવતીનું તેના નજીકના ગામમાં રહેતી એક યુવતી સાથે અફેર હતું. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે. અને તેને એવું પણ લખ્યું છે કે અમને અલગ કરવાની કોશિશ કરતા નહીં. અને અમને શોધવાનો પણ પ્રયત્ન કરતા નહીં. પોલીસના જણાવ્યા અનુસાર 22 વર્ષની ઉંમરની મધ્યપ્રદેશના બડવા જિલ્લાની આ યુવતીએ પત્રમાં લખ્યું હતું કે તેના નજીકના ગામમાં એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ છે અને તેઓ એક લગ્નમાં મળ્યા હતા ત્યાર બાદ સોશિયલ મીડિયા ઉપર ચેટિંગ કરતા હતા. આ દોસ્તી ક્યારેય પ્રેમમાં બદલાઇ ગઇ તેઓને ખબર જ ન પડી. પરિવારજનોને આ વાતની ખબર પડતા તેઓએ આ બંનેની વચ્ચે બંધ કરાવી દીધી હતી. હાલ પોલીસ તેના હસ્તાક્ષર અંગે તપાસ કરી રહી છે. ત્યારબાદ યુવતીએ પત્રમાં લખ્યું હતું કે મને દુરના સંબંધીની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. અમે એકબીજા વગર જીવી શકે તેમ નથી. અમે બંનેએ વિચાર્યું છે કે અમે ક્યાંક દૂર જતા રહીશું અને સાથે મરી જઈશું. અમને ખબર છે કે આ ખૂબ જ ખોટું છે પરંતુ અમને કોઈ જ વાંધો નથી. અમારી મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ અમને ખબર જ ન પડી. જ્યારે હું મારા પ્રેમીને મળવા ગઈ હતી ત્યારે અમે બંને એ વચન લીધું હતું કે અમે સાથે નહીં જીવી શકીએ તો સાથે મરી જઇશુ પરંતુ અલગ તો નહીં થઈએ. હું સહેજ પણ તેવું નથી માનતી કે એક છોકરી ના લગ્ન એક છોકરી સાથે ન થાય. લગ્ન ત્યારે જ થાય ત્યારે એકબીજા વચ્ચે પ્રેમ હોય. છોકરીએ પત્રમાં આગળ લખ્યું- “જ્યારે સાચો પ્રેમ કોઈની સાથે થાય છે, ત્યારે ખબર નથી પડતી કે તે છોકરો છે કે છોકરી. કદાચ પરિવાર અને જ્ઞાતિના લોકો અમારી લાગણી સમજી શકે. પરંતુ અમને ખબર છે કે અમારા બંનેના પ્રેમ નહીં કોઈ નહીં સમજે. જ્યારે સામેવાળી યુવતીના ઘરે ખબર પડી કે અમે બંને પ્રેમ સંબંધમાં છીએ ત્યારે તેઓએ અમારી ચેટ બંધ કરાવી દીધી હતી. મેં મારા પ્રેમીકા સિવાય બીજું કશું વિચાર્યું નથી. હું આટલું મોટું પગલુ ભરવા જઇ રહી છું.. મારા ભાઈ તમે પપ્પાનું ધ્યાન રાખજે અને અમને શોધવાનો પ્રયત્ન કરતા નહીં અમે ખૂબ જ દૂર જઈને મરી જઈશું. સમાચાર