હાલમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. આથી સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી મોટા પાયે જોવા મળશે નહીં કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે, જેના કારણે ગુજરાતમાં વહેલો વરસાદ થવાની ધારણા છે. કેરળમાં ચોમાસાથી ખુશ થવાની જરૂર નથી. કારણ કે ગુજરાતમાં પ્રિ-મોન્સુન ગરમી તમને અફસોસ કરાવશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે.
આગામી 2 દિવસ સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. 1 જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો થશે.દક્ષિણ-પશ્ચિમ મોનસૂન હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ ચોમાસું સિસ્ટમ સક્રિય નથી.કેરળમાં ચોમાસું આવી ગયું છે, જે ચાર દિવસમાં કર્ણાટક પહોંચી જશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર પહોંચીને ગુજરાત વિશે માહિતી આપવામાં આવશે. પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
હાલમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી નથી. એક તરફ ગુજરાતમાં ભલે વરસાદ ન પડે પરંતુ દરિયો તોફાની બને તેવી શક્યતા છે. દ્વારકાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઓખા, સલાયા સહિતના માછીમારોને આપવા સૂચના આપવામાં આવી છે. દરિયામાંથી માછીમારોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે