સમગ્ર ગુજરાત અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. થોડા દિવસો પહેલા દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સાથે જ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ હતી. એમ જ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયેલ રહ્યા હતા. પણ આજે ગુજરાત વાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેથી ભારતમાં ચોમાસું વહેલું આવશે અને કેરળમાં જુન મહિનાની શરૂઆતમાં જ ચોમાસું બેસી જશે. ગુજરાતની વાત કરીએ તો પહેલા 10 જૂને વરસાદના આગમનની શક્યતા હતી પરંતુ હવા બદલાતાં 20 જૂન સુધી ચોમાસુ બેસી શકે એવી સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ 10 જૂને નહીં પણ 20 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા દર્શાવવામાં આવી છે પવનની પેટર્ન મુજબ કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહ્યું છે અને તેને જોઇને લોકોમાં ચોમાસાની રાહ વધી ગઈ છે પણ આ ખરાબ સમાચાર સામે ગુજરાતવાસીઓની એ રાહ ખોટી સાબિત થઈ. હવામાન ખાતાના મુજબ ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમનની કોઈ શક્યતા નથી એટલે હવે બફારો થોડા દિવસ વધુ સહન કરવો પડશે.
જો કે પહેલા ગરમીનો પારો થોડો ગગડ્યો પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે એવું અનુમાન છે. આ સાથે જ આવનાર 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત છે જેથી ગરમી અને બફારાનું પ્રમાણ એવું ને એવું જ રહેશે, આ વર્ષે 5 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી પણ ચોમાસુ હાલમાં શ્રીલંકા થી આગળ નીકળીને આવનાર 3-4 દિવસમાં કેરળ પહોચશે અને ત્યાંથી પશ્ચિમ કાંઠા તરફ ધીમે ધીમે આગળ વધશે.
એટલા માટે હવે ગુજરાતમાં ચોમાસું 10 જૂનની બદલે 20 જૂન સુધી પંહોચે એવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના મત મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાત આસાનીના કારણે આ મહિને દક્ષિણ પશ્ચિમ દિશામાં ચોમાસાએ વેગ પકડ્યો હતો. ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દર વર્ષ કરતા ઘણું આગળ 16 મેના રોજ પહોંચી ગયું હતું. એટલે વહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી.