હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ ચોમાસા ને લઈને કરી મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં મેધરાજા…

ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણને લઈને અશોકભાઈ પટેલ જણાવે છે કે 6 જૂને ને ઉપલા લેવલે અસ્થિરતા વધશે. 10 જૂન પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. તેઓએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમા સ્થગિત થયેલી અંક આગળ વધી છે.જેના કારણે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર નું ચોમાસુ ગોવા સુધી પહોંચી ગયું છે.

અશોક ભાઈ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વાતા વાતાવરણ ભેજવાળું જોવા મળશે. 5 જૂન બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તેથી લોકોને બફારો જોવા મળશે. તેઓએ જણાવ્યું છે કે ૨૦થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં બપોર બાદ એટલે કે સાંજના સમયગાળામાં પવન ફૂંકાવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

અશોકભાઈ પટેલ જણાવે છે કે 10 જૂન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા થશે. એટલે કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પરંતુ રાબેતા મુજબનો વરસાદ શરૂ થતાં હજુ વાર લાગશે. લગભગ 15 જૂન પછી ચોમાસુ બેસવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદ વિશેની સત્તાવાર વાત કરીએ તો 5 જૂન બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે એટલે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.અને સાંજના સમય બાદ પવન ફૂંકાય શકે છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *