ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી, જાણીએ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સત્તાવાર ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સુરત સુધી પહોંચી ગયું છે. પાંચ રાજ્યોમાં વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર દસ્તક આપી દીધી છે. કાળઝાળ ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના સુરત સુધી ચોમાસું પહોંચી ગયું છે. વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના બતાવવામાં આવી છે. વરસાદને લઈને લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાય શકે છે તેમજ ૧૭ જૂનથી ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે. તેને લઈને રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ વરસાદ હળવો જોવા મળશે તો કેટલી જગ્યાએ વરસાદ ભારે જોવા મળશે

હવામાન વિભાગે માહિતી આપી છે કે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરના તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે. આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

નોંધનીય છે કે આજથી ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 15 જૂને વરસાદની આગાહી છે.

અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 16 જૂને વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. 17 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *