સમાચાર

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી રાજ્યમાં આ તારીખે ભારે પવન સાથે વરસાદ પડશે, ખેડૂતો તારીખ લખી રાખજો

રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે તેમજ છૂટા છવાયા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.ચોમાસુ ગુજરાતમાં પહોંચે તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ચોમાસુ શરૂ થાય એ પહેલા જ ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી ચૂક્યો છે.9 જૂન બાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી શકે છે. તારીખ 9 થી 11 જૂન માં વલસાડ, નવસારી, અમરેલી ભાવનગર,સુરત માં વરસાદી ઝાપટા થવાની સંભાવના બતાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર,જામનગર,ભાવનગર,જૂનાગઢ ગીર-સોમનાથ માં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના બતાવવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સુધી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. હાલમાં લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઇને બેઠા છે પરંતુ ચોમાસુ કેરળ બાદ સ્થગિત થઈ ગયું છે આથી ગુજરાતમાં રાબેતા મુજબનું ચોમાસુ ક્યારે શરૂ થશે તેની હવે રાહ જોવી રહી.

હવામાન વિભાગની આગાહી અનુસાર 9 જૂન બાદ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. ગુજરાતમાં 15 જૂન બાદ રાબેતા મુજબ ચોમાસું શરૂ થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ની રાહ જોઈને બેઠા છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.