રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ અને હવે આ તારીખે ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ સાથે…

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચે તે પહેલા જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી ચુક્યો છે. આગામી પાંચ દિવસોમાં પણ વરસાદ આવવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 14 જૂન પહેલા ચોમાસા પેહલાનો વરસાદ વરસી શકે છે.

ગાંધીનગર વડોદરા, ખેડા,અમદાવાદ,તાપી,નવસારી,સુરત વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, બોટાદ અને સોમનાથના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જૂન બાદ વરસાદ ની તીવ્રતા માં વધારો જોવા મળી શકે છે. ગુજરાતના બધા જ વિસ્તારોમાં નહીં પરંતુ થોડા ઘણાં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. હાલમાં સર્વત્ર વિસ્તારમાં વરસાદની આગાહી નથી.

ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદ કેમ? હાલ આ સમયગાળામાં પવનની દિશા બદલાતાં ચોમાસા પહેલાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ગરમીની વચ્ચે ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે. અરબ સાગરની આસપાસ સાયકલોન સર્ક્યુલેશન સર્જાયેલું છે જેના કારણે ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાં જ વરસાદ જોવા મળી રહ્યો છે. આથી અરબી સમુદ્ર પરથી આવતા પવનોને કારણે ગુજરાતમાં શુષ્ક પવનને બદલે ભેજવાળા પવનોનુ પ્રમાણ વધ્યું છે. જેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે.

ચોમાસુ કેરળ ના કર્ણાટકના વિસ્તારમાં અટકેલુ છે. ૩૧મી મેં બાદ ચોમાસાની ગતિ આગળ જોવા મળી નથી. ચોમાસુ ગુજરાતમાં ક્યારે આવશે તે પાક્કું કહી શકાય નહીં. અરબી સમુદ્રના ઉપર પવનની દિશા બદલાતાં ચોમાસુ 13 જૂન બાદ ચોમાસું મજબૂત બને તેવી સંભાવના દર્શાવવામાં આવી. આથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૫ જૂન બાદ આવી શકે છે તેવી સંભાવના બતાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *