અદાણીએ કર્યો સીએનજીના ભાવમાં સૌથી મોટો ઘટાડો જ્યારે torrent ગેસ એ કર્યો તેનાથી પણ મોટો ભાવ ઘટાડો…

ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો, પરંતુ 15 દિવસના અંતરમાં જ અદાણી અને ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયા ઘટાડ્યા છે, જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ 83.90 રૂપિયા આજથી અમલી બનશે.

એ ઉપરાંત ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

પેટ્રોલપંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવવધારો કર્યો હતો, જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે.

અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. અગાઉ અદાણી CNGનો ભાવ વધારતાં પ્રતિ કિલોએ રૂપિયા 87.38 પર પહોંચ્યો હતો. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો એ બીજી ઓગસ્ટે વધીને 85.89 રૂપિયા થયો હતો. જ્યારે બે દિવસના સમયમાં જ ફરીવાર 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

સતત આ પ્રકારના ભાવવધારાને કારણે ગાડીમાં CNG કીટ ફિટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે, પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published.