કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકીની તો બધા જ જાણે છે, અને તેમનો એક કથિત વીડિયો સામે આવ્યો છે અને તેવો વીડિયો સામે આવ્યા પછી રાજકીય લોકોમાં ખૂબજ ખળભળાટ ફેલાઇ ગયો છે. કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકી જ્યારે ઘરમાં હોય છે અને તેમની પત્ની રેશમા પટેલ ઘરનો દરવાજો ખોલીને અંદર આવે છે ત્યારે તરફથી તેમની પત્નીને દરવાજા ઉપર જ ઉભી રાખી દે છે. અને આમ તેમની પત્ની ની નજર અંદર જતા જ તેમને એક યુવતી જોવા મળે છે. જ્યારે તેમના પત્ની તે યુવતીને જુએ છે ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે, અને જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઈને ઘણો મોટો ખુલાસો પણ થયો છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પતિ પત્ની ઔર વો… ના વિવાદમાં ફસાઈ ગયા છે, અને તેમને પોતાની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા બધા સમયથી ખૂબ જ વિવાદો અને ઝઘડા ચાલી રહ્યા હતા આમ તેમની પત્નીને તેઓ છૂટાછેડા આપવા પણ માંગતા હતા, અને તેની માટે તેમને તેમની પત્નીને અરજી પણ આપી હતી પરંતુ તેમના પત્નીને તેમને છૂટાછેડા આપવા ન હતા. તેથી તેઓ પોતાના પતિ ભરતસિંહ સોલંકીને મનાવવા માટે આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ આશ્રય બંગલો ગયા હતા, અને ત્યાં તેમને મનાવવા જતા જ જ્યારે તેઓ ઘરમાં પહોંચે છે ત્યારે ભરતસિંહ સોલંકી બીજી અન્ય એક યુવતી સાથે જોવે છે અને ત્યાં જ તેમના પત્નીએ તેમને પકડી પાડે છે.
આમ ભરતસિંહ સોલંકી જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઈને ઘણો મોટો ખુલાસો થયો છે. ભરત સોલંકી જે યુવતી સાથે જોવા મળ્યા હતા તે વડોદરાના મહિલા કોંગ્રેસ નેતા ની ભાણી હોવાનું બહાર પડ્યું છે, અને તેવી માહિતી પણ મળી રહી છે અને તદુપરાંત કોંગ્રેસના જ એક નેતાએ આ યુવતીનો સંપર્ક ભરતસિંહ સોલંકી સાથે કરાવ્યો હતો એવી પણ માહિતી મળી છે.
આ બાબતમાં રેશમા પટેલ જણાવે છે કે હું ઘણા બધા સમયથી મારા પતિ ને મનાવવાની કોશિશ કરું છું અને તેની માટે હું તમને શોધતી કરું છું અને આ મને માહિતી મળતા જ હું આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ આશ્રય બંગલો ખાતે આવી હતી, અને તેમને આ વાયરલ વિડીયો ની પુષ્ટિ કરી હતી. તેઓ જણાવે છે કે મંગળવારે મોડી રાત્રે જ્યારે હું આણંદ વિદ્યાનગર રોડ ઉપર આશ્રય બંગલો પહોંચી ત્યારબાદ મેં તે યુવતીને અને મારા પતિને આઇસ્ક્રીમ ખાતા આણંદ વિદ્યા નગર રોડ ઉપર જોયા હતા.
જ્યારે મેં તે બંનેને આનંદ વિદ્યા નગર રોડ ઉપર આઇસ્ક્રીમ ખાતા જોયા ત્યારે મેં તેમનો પીછો કર્યો હતો અને આમ આશ્રય બંગલો હું પહોંચી ગઈ હતી ત્યાં મને એક અજાણી યુવતી જોવા મળી હતી અને તેની સાથે ભરત સોલંકી રંગરેલિયા મનાવતા હતા, અને તેમને બીજું પણ જણાવ્યું હતું કે હું ત્યાં ભરતસિંહ સોલંકીને મનાવવા માટે ગઈ હતી જેથી અમારા બંને વચ્ચે બધું જ સરખું થઈ જાય, પરંતુ અહીં ને કંઈક અલગ જ જોયું, અને હું ભરતસિંહ સોલંકીને માફ કરવા પણ તૈયાર છું તેવું તેમણે જણાવ્યું હતું.