ગુજરાતમાં કોરોના ના કેસ ડબલ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2265 કેસ
સોમવારે 1259 તો મંગળવારે સીધા જ 2265 કેસ ગુજરાતમાં કોરોનાના કેસો જાણે ઘડીયા ચાલતા હોય તેવી રીતે 1ના 2 અને 2ના 4 એમ ડબલ સ્પીડે નોંધાઇ રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ફેલાઇ ગયું છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 240 દર્દીઓ કોરોનામુક્ત થયા છે…તો ઓમિક્રોનના કેસોની વાત કરીએ તો કુલ 2 કેસ નોંધાયા
આ બંને કેસો અમદાવાદમાં જ નોંધાયા છે. કોરોનાના કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ નોંધાયા છે તો સુરતમાં 424. વડોદરામાં 94. આણંદમાં 70. રાજકોટમાં 57 નવા કેસો નોંધાયા છે. કચ્છમાં 37. ગાંધીનગરમાં 35. ખેડામાં 34 અને ભરૂચમાં 26 નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 240 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 8,19,287 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
જેથી હવે રિકવરી રેટ 97.85 ટકા થયો છે રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસોનો વિસ્ફોટ થયો છે 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 29 મે 2021ના રોજ 2230 કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે.
ગુજરાતમાં આજદિનસુધીમાં 8, 37, 293 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10, 125 થયો છે. તો આજદિન સુધીમાં 8,19, 287 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે ગુજરાતમાં કુલ 7881 એક્ટિવ કેસ છે, જેમાંથી 18 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર છે, જ્યારે 7863 દર્દીની હાલત સ્ટેબલ છે. વેક્સિનેશનની વાત કરીએ તો ગુજરાતમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24ને પ્રથમ 249 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
45 વર્ષથી વધારેની ઉંમરના 8014 નાગરિકોને રસીનો પ્રથમ અને 36 હજાર 110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,54,685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96,226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે 15-18 વર્ષના વયજૂથના 5,78,749 ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ગુજરાતમાં એક દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝની સાથે આજદિન સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાયા છે.