સમાચાર

રાજ્યમાં કોરોના નો રાફડો! આજે આટલા કેસ નોંધાયા

ફરી એકવખત ગુજરાતવાસીઓના ધબકારા વધી ગયા છે કેમકે ગુજરાતમાં હવે કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે નવા પોઝિટિવ કેસોની સંખ્યા 200ની પાર પહોંચી હતી. જે બાદ મંગળવારે સીધા જ ડબલ એટલે કે કોરોનાના દૈનિક કેસો સંખ્યા 400ની નજીક પહોંચી ગયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે.

નવા કેસ પૈકી સૌથી વધુ 182 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો જિલ્લા કોરોના કેસ અમદાવાદ શહેર 178 સુરત શહેર 52 રાજકોટ શહેર 35 વડોદરા શહેર 34 આણંદ 12 નવસારી 10 સુરત ગ્રામ્ય 9 ગાંધીનગર 7 જામનગર શહેર 7 ખેડા 7 વલસાડ 7 કચ્છ 5 અમદાવાદ ગ્રામ્ય 4 ભરૂચ 3 ગાંધીનગર શહેર 3 દેવભૂમિ દ્વારકા 2 જૂનાગઢ શહેર 2 મહીસાગર 2 મોરબી 2 રાજકોટ ગ્રામ્ય 2 સાબરકાંઠા 2 અમરેલી 1 બનાસકાંઠા 1 ભાવનગર 1 ભાવનગર શહેર 1 ગીર સોમનાથ 1 પંચમહાલ 1 પોરબંદર 1 તાપી 1 વડોદરા ગ્રામ્ય 1 અરવલ્લી 0 બોટાદ 0 છોટા ઉદેપુર 0 દાહોદ 0 ડાંગ 0 જામનગર ગ્રામ્ય 0 કુલ 394

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાંથી કુલ 59 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,18,422 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ખેડા જિલ્લામાં વધુ એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. આ સાથે જ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,115 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

નવા નોંધાતા પોઝિટિવ કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થવાના કારણે રિકવરી રેટ ઘટી રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસો પણ સતત વધી રહ્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 1420 એક્ટિવ કેસો છે. જે પૈકી 16 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1404 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના સતત વધી રહેલા કેસો વચ્ચે નવા ઘાતક વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિતના કુલ 5 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યા છે. જે પૈકી માત્ર અમદાવાદના એક માત્ર સંક્રમિતની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. જો ગુજરાતમાં ટોટલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા જોઈએ તો…

જિલ્લા કેટલા ઓમિક્રોન કેસ? ડિસ્ચાર્જ અમદાવાદ 25 0 ડિસ્ચાર્જ વડોદરા 19 11 ડિસ્ચાર્જ જામનગર 3 3 ડિસ્ચાર્જ આણંદ 6 0ડિસ્ચાર્જ મહેસાણા 4 3ડિસ્ચાર્જ સુરત 3 2ડિસ્ચાર્જ ગાંધીનગર 5 1ડિસ્ચાર્જ રાજકોટ 5 1ડિસ્ચાર્જ ખેડા 6 3ડિસ્ચાર્જ પોરબંદર 1 0ડિસ્ચાર્જભરૂચ 1 0ડિસ્ચાર્જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *