સમાચાર

કોરોના ના કેસ વધતાં જ હીરાના ઉદ્યોગમાં કામ કરતા લોકોએ હવે કોવિડ ટેસ્ટ કરાવવા જરૂરી

કોરોનાએ ફરી એકવાર રાજ્યમાં ધૂમ મચાવી છે. સુરતમાં કોરોનાના કેસ વધતાં મહા નગરપાલિકાએ મંગળવારે કેટલાક અઘરા નિર્ણયો લીધા હતા. જેમાં હવે કાપડ અને હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટેલ-રેસ્ટોરન્ટ માટે અને જીમ સહિતના સ્થળોએ નિયમોનો સખત અમલ કરવો પડશે.

હીરા-કાપડ ઉદ્યોગ સુરતના મોટા ભાગના લોકો ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર નભે છે. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં હજારો લોકો કામ કરે છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, દર સપ્તાહે અહીં કામ કરતા દરેક લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે અને મહા નગરપાલિકાની ટીમો દ્વારા તેનુ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. અને ખાસ કરીને, જે લોકોને એક પણ વાર કોરોનાથી સંક્રમિત નથી થયા. તેમણે ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે આવું પાલિકાના અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સ્કૂલો સ્કૂલો માટે પણ સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં બદલાવ કર્યા છે. પહેલા એવું હતું કે જો કેસ આવે તો આખી સ્કૂલ ૧૪ દિવસ માટે બંધ કરવામાં આવતી. ત્યારબાદ એવું હતું કે જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી જો પોઝિટિવ આવે તો તે આખો કલાસ જ બંધ કરી દેવામાં આવતો હતો પણ છેલ્લા બે દિવસથી એવું બંને છે કે ત્રણ થી ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત કોરોના પોઝીટીવ આવતા હોવાથી ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોટેલ-રેસ્ટોરન્ટ અને જીમ હોટલ, રેસ્ટોરન્ટ તથા જીમમાં હવેથી એસી ચાલુ રાખવા માટે પાલિકાએ પ્રતિબંધ મુક્યો છે. પાલિકા અધિકારી સુત્રોનું એવું કહેવું છે કે, આવા તમામ સ્થળોએ વેન્ટીલેશન રાખવું ખુબ જ જરૂરી છે. ટીમ દ્વારા ચેકિંગમાં જયાં વેન્ટીલેશન નહીં હોય ત્યાં જે તે એકમ બંધ કરી દેવા સુધીના પગલાં પણ લેવમાં આવશે. આ અંગે પાલિકાની ટીમો ચેકીંગ પણ કરશે. જો વેન્ટીલેશન નહી હોય અને છતાં એસી ચાલુ હશે તો સંક્રમણનો ખતરો વધી શકે છે.

લગ્નો, સામાજિક મેળાવડા લગ્નો સહિત સામાજિક મેળાવડાઓમાં પણ પાલિકા હવે નિયમો કડક કરશે. નિયમ પ્રમાણે, પ્રસંગમાં ૪૦૦થી વધુ લોકો હશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવા કાર્યક્રમોમાં પણ કોવિડ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવશે.

ભાસ્કર અપીલ શહેરમાં કેસ ફરી કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે, ત્યારે લાપરવાહી કરવાની એક ભૂલ પણ ખુબ જ મોટું જોખમ ઊભું કરી શકે છે, એટલે જ્યાં સુધી કોરોનાના કેસમાંથી સંપૂર્ણ રાહત ન મળી જાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવું ખુબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *