સમાચાર

વિકરાળ બનતો કોરોના આંકડા સાંભળીને ધ્રુજી જવાશે 1259 કેસ…આંકડો સાંભળીને ધ્રુજી જવાય

1259 કેસ…આંકડો સાંભળીને ધ્રુજી જવાય પણ આજ હકિકત છે ગુજરાતની સ્થિતીની. ગુજરાતમાં દિવસે અને રાત્રે ડબલ સ્પીડે કોરોનાના કેસો વધી રહ્યા છે. 1259 કેસ પૈકી 631 અમદાવાદ, 216 સુરત કોર્પોરેશન, 67 વડોદરા કોર્પોરેશન, 40 વલસાડ, 37 રાજકોટ કોર્પોરેશન, 29 આણંદ, 24 ખેડા, 24 રાજકોટ, 18 ગાંધીનગર કોર્પોરેશન, 17 ભાવનગર કોર્પોરેશન, 16 ભરૂચ, 16 નવસારી, 13 અમદાવાદ, 12 મહેસાણા, મોરબી અને

સુરત, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જુનાગઢ અને પોરબંદમરાં 1-1 કેસ નોંધાયા છે. તેની સામે રિક્વરી રેટ ઘટયો છે..માત્ર 151 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં 8,19,047 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

સરકાર બીજી તરફ રસીકરણના મોરચે પણ લડી રહી છે. રાજ્યમાં 7,46,485 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. હવે 15-18 વર્ષનાનું રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. જે અંતર્ગત 4,94,317 રસીના ડોઝ તરૂણોને આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો 5858 એક્ટિવ કેસ છે. 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 5842 નાગરિકોની હાલત સ્થિર છે.

તો આજદિન સુધીમાં 8,19,047 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો કરૂણતાની વાત તો એ છેકે વધુ 3 મોત સાથે આજદિન સુધીમાં 10123 લોકોના મોત થઇ ચુક્યા છે કોરોનાને કારણે કુલ 3 નાગરિકોનાં મોત થયા જેમાં જામનગરમાં કોર્પોરેશનમા 2 તથા નવસારીમાં એક વ્યકિતનું મોત થયું છે.

વેક્સિનેશનની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28 ને રસીનો પ્રથમ, 334 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6641 નાગરિકોને રસીનો પ્રથમ 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ અને 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 474317 તરૂણોને રસીના ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં 7,46,485 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *