રાજ્યમાં કોરોના ના આંકડા ડરાવી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ

3350 કેસ સાંભળીને જ ધ્રુજી જવાય કે આ શું થવા જઇ રહ્યું છે પરંતુ પરિસ્થિતી આવી જ વિકટ થવા લાગી કે ગુજરાતમાં કોરોનાએ હવે ડરનો માહોલ ફેલાવાનું શરૂ કરી દીધું છે કેમકે જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે થોડા સમયમાં તો જાણે આખુંયે ગુજરાત કોરોનાની ઝપટમાં આવી જાય તો નવાઇની વાત નથી. સમગ્ર ગુજરાતની સાથે સૌથી ખતરનાક સ્થિતી છે અમદાવાદની. ગુજરાતમાં છેલ્લા  24  કલાકમાં 3350 કેસ નોંધાયા છે.

જેમા 1 વ્યક્તિનું મોત થયું છે કોરોનાની સારવાર બાદ 236 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 50 કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં જ 1637 કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતના 27 જિલ્લામાં કોરોના ફરી પ્રસરી ચૂક્યો છે આમ ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 40 હજાર 643 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 523 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10126 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10994 થઈ ગઈ છે. જેમાં 32 દર્દી વેન્ટિલેટર પર છે. આજ સુધી સારવાર બાદ 819523 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10126 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 5,26,153 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 13 લાખ 8 હજાર 830 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતનો રિકવરી રેટ 97.49 ટકા થઈ ગયો છે.  છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 1637, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરત ગ્રામ્ય 60, ગાંધીનગર ગ્રામ્ય 59.

કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર શહેરમાં 38, વલસાડ 34, વડોદરા ગ્રામ્ય 31, ગાંધીનગર 26, અમદાવાદ ગ્રામ્ય 23, મોરબી 25, જામનગર શહેર 19, રાજકોટ ગ્રામ્ય 18, દ્વારકા 17, મહેસાણા 13, દાહોદંમાં 12. સાબરકાંઠા 10, જુનાગઢ શહેર 8, અમરેલી 7, મહીસાગર 7, અરવલ્લી 6, સુરેન્દ્રનગર 6, ગીર સોમનાથ 6, બનાસકાંઠામાં 2, તાપી 2, બોટાદ અને જામનગર ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે.

અમરેલીમાં  એક  વ્યકિતનું મોત થયું છે. કોરોના સાથે ગુજરાત રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 34 કેસ સામે આવ્યા છે. તો આણંદમાં 3, ખેડામાં 4, વડોદરા શહેરમાં 5, સુરત શહેરમાં 3, કચ્છમાં એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનમાંથી સાજા થયા છે

Leave a Reply

Your email address will not be published.