હત્યાનો ભોગ બનેલ યુનુસભાઇ તેમના મિત્ર વર્તુળમાં જણાવતા હતા કે “મારુ મોટું કામ થઈ ગયો અને હવે લાખોનો ફાયદો થશે”

દાહોદ શહેરમાં વોરા સમાજના યુવકને ચપ્પુના ઘા મારીને શરીરમાં ધડક ગંભીર ઈજાઓ પહોંચાડી ને તેની ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપી હજુ પોલીસની પકડથી ખૂબ જ દૂર છે ત્યારે પાંચ વર્ષથી એક લેબોરેટરીમાં સામાન્ય નોકરી કરતો યુવક માટે લોહીનો તરસ્યો બન્યો તે એક સંશોધનનો વિષય બની ગયો છે અને બીજી બાજુ એ પણ જાણવા મળ્યું છે કે મૃતકે ઘટનાના ચાર દિવસ પહેલાં જ પોતાના મિત્રોને કહ્યું હતું કે મારું ખૂબ મોટું કામ થઈ ગયું છે અને મને તેમાં લાખો રૂપિયા મળશે કદાચ આ મોટું કામ તેના મોતનું કારણ બની અને તે પણ તપાસનો વિષય બની ગયો છે.

દાહોદ શહેરમાં દેસાઈ વાળા કુકડા ચોક અને પોલીસ ચોકી એક નંબર થી થોડેક દૂર શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ વોરા સમાજના યુનુસભાઇ નામના યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો મુસ્તુફા શેખ નામના યુવકે તેમની હત્યા કરી હોવાની માહિતી પોલીસને મળી રહી છે અને આ આરોપી તથા તેના પિતા બંને ફરાર થઈ ગયા છે તથા ઘટનાને બે દિવસ થયા છે પરંતુ પોલીસને કોઇ જ અન્ય માહિતી મળી શકી નથી.

મુસ્તુફા શેખને છેલ્લા પાંચ વર્ષની સાઉદી વોરા સમાજના સંચાલક ની એક પેથોલોજી લેબોરેટરી માં નોકરી કરતા હતા અને આ લેબના માલિક જણાવે છે કે મુસ્તફા કામમાં ખૂબ જ નિયમિત હતો અને હિસાબમાં પણ ખૂબ જ સ્પષ્ટ હતો આમ પાંચ વર્ષથી એક જ જગ્યાએ પોતાની નોકરી ખૂબ જ ઈમાનદારીથી કરનાર યુવક આમ હત્યા કરવા માટે કેમ ઉતરી જાય તે માન્યામાં આવતું નથી. તેના પિતા દાહોદમાં બાદશાહ નામથી જ ખૂબ જ જાણીતા છે અને તે વ્યવસાયમાં ડ્રાઇવરનું કામ કરે છે તથા તે ખૂબ જ કુશળ ડ્રાઇવર પણ છે.

આમ બીજી તરફ જમીનની દલાલી તથા ધંધો કરનાર યુનુસભાઈ વર્ષો પહેલા રોજગાર માટે કૂવેત ગયા હતા અને ત્યાં તેમને ન ફાવતા કોઈ કારણસર પાછા આવી ગયા હતા અને તેમનું ઘર દાહોદમાં જ હોવાથી તેમાં કોઈ બીજા કારણોથી તેમની સાસરી માટે ની પત્ની અને બે દીકરીઓની સાથે જ રહેતા હતા. અને ત્યાં મળેલી માહિતી પ્રમાણે તેમની હત્યા થઈ તેના ત્રણથી ચાર દિવસ પહેલાં જ તેમને તેમના મિત્રોને જણાવ્યું હતું કે તેમનું એક મોટું કામ થયું છે અને તેમાં તેમને લાખો રૂપિયાનો ફાયદો પણ થવાનો છે આમ ચાર દિવસ પછી જ તેમની હત્યા થઈ ગઈ હતી તેથી હવે આ હત્યા તેના કારણે થઈ તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.

યુનુસભાઇ પંદર દિવસે અને મહિને એક સામાન્ય દુકાનમાં વાળ કપાવવા હતા તથા દડી કરાવવા પણ આવતા હતા અહીં વાળ કપાવીને ધણી કરાવ્યા બાદ તેઓ એક દુકાનદારને કોઈક વખત 300 અથવા તો કોઈક વખત 350 રૂપિયા ખુશીથી આપતા હતા અને આવું વર્ષમાં એક વખત નહીં પરંતુ તેઓ જેટલી વાર જતા તેટલી વખત થતો હતો આમ હવે હત્યા શાના કારણે કરવામાં આવી અને હથિયારો ક્યારે પાછો મળશે તેના ઉપર દાહોદ વાસીઓ રાહ જોઈને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *