સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે તાત્કાલિક જાહેર કર્યું રેડ એલર્ટ, દ્વારકામાં બોટ સેવા બંધ કરાય…

આજે મારા ગામ ત્રણથી ચાર દિવસ સુધી ભારે થી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે. 9 ઓગસ્ટ થી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને અત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને અત્યારે તમને જણાવી દઈએ કે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહીને કારણે હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દીધા છે અને કેટલીક ચેતવણીઓ પણ આપી દેવામાં આવી છે તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ ક્યારે પડશે.

વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરવામાં આવી છે આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ પણ આગાહી જાહેર કરવામાં આવી નથી. વિગતવાર તમને જણાવી દઈએ કે કયા વિસ્તારમાં કઈ તારીખે વરસાદ નોંધાઈ શકે છે.

10 ઓગસ્ટ ના રોજ રાજ્યના ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા, અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા ભાવનગર દ્વારકા જામનગર મોરબી અને કચ્છ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે ભારતથી લઈને અતિ ભારે વરસાદની આગાહી માં વલસાડ ડાંગ નવસારી પોરબંદર અમરેલી અને રાજકોટ જેવા વિસ્તારમાં. ઉપરાંત જુનાગઢ વલસાડ ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

11 ઓગસ્ટના દિવસે રાજ્યના કચ્છ બનાસકાંઠા જુનાગઢ રાજકોટ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા નવસારી વલસાડ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આ સાથે ૧૨ ઓગસ્ટના દિવસે વલસાડ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જ્યારે બીજો કોઈ અન્ય જિલ્લાઓમાં કોઈ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે જાહેર કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *