હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, સૌરાષ્ટ્રમાં ગરમીથી ત્રાહિમામ લોકોને મળશે રાહત

કાળજાળ ગરમીથી લોકોને રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે કરી છે આમ આગાહીમાં ગરમીથી લોકોને રાહત મળશે અને સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગે આગાહી કરી ને લોકોના મનને ઠંડક પહોંચાડી છે અને તેનાથી આવનાર સમયમાં પણ લોકોને ગરમીમાંથી રાહત મળે તેવું લાગી રહ્યું છે. તદુપરાંત હવામાન વિભાગે એ પણ જણાવ્યું હતું કે આવનાર પાંચ દિવસમાં બે દિવસનું તાપમાન 43 ડિગ્રી જોવા મળશે.

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે કરેલા આગાહી ખૂબ જ ઠંડક પહોંચાડે તેવી છે અને તેના પર આવનાર સમયમાં લોકોને ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ દરમિયાન બે દિવસનું તાપમાન 43 ડિગ્રી રહેશે અને છઠ્ઠી તારીખ થી તાપમાનમાં તમે અત્યારે બે ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળશે તથા આઠમી તારીખે વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે આમ સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે.

અને બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારી વલસાડ અને દમણ જિલ્લામાં પણ વરસાદ આવી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અને સૌરાષ્ટ્રમાં આવેલા ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદ આવી શકશે તથા દક્ષિણ ગુજરાતથી ભેજવાળો પવન ફૂંકાતા જ દરેક જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ રહેશે તથા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી ની અસર જોવા મળશે આમ તો સમગ્ર રાજ્યમાં હજુ પણ વરસાદ ની રાહ લોકોએ જોવી જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *