સમાચાર

દમણથી સુરત આવતા 6 યુવકોને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈને સાત પલટી ખાઈ ગઈ

સુરતના છ યુવકો દમણમાં કરવા માટે ગયા હતા અને જ્યારે તેઓ પાછા ફરતા હતા તે જ વખતે વલસાડના ડુંગરી બ્રિજ પાસે તેઓનો ગમખ્વાર અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં બે યુવકોને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી તથા જે ગાયેલ યુવકો હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ આ સમગ્ર ઘટના ડુંગળી બ્રિજ પાસે ટ્રકની પાછળ કાર અથડાઈ જતા જ કાર સાત પલટી ખાઈ ગઈ હતી.

સુરતમાં આવેલ સેલોન કંપનીમાં ચાર કર્મચારીઓ ફરજ બજાવતા હતા અને તેમના બે મિત્રો તેમ કરીને છ જણ દમણ કરવા માટે ગયા હતા આમ દમણમાં મજા કરીને જ્યારે તે ઘરે સુરત પાછા આવી રહ્યા હતા તે જ વખતે ડુંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતા ટ્રકનો ઓવરટેક તેમને કર્યો હતો અને આમ ઓવરટેક કરતા જ કારની પાછળની બાજુ કારણે લડકી જતા કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

અને આમ કાર કુલ સાત પલટી ખાઈ ગઈ હતી તથા કારમાં સવાર થયેલા થયુ લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી આમ સમગ્ર ઘટનાની જાણ જ્યારે સુરતના લોકોને થઈ હતી ત્યારે તેમને ડુંગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને આ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર માહિતી ભેગી કરી હતી.આમ કારમાં સવાર થયેલા છ ઇજાગ્રસ્તોમાં થી ત્રણ વ્યક્તિઓની હાલત ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

સુરતની આ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના બે મિત્રો આ મળીને કુલ છ યુવકો ફરવા માટે ગયા હતા તેમાં વિનીત, વિશાલ, દેવ, ઉત્તમ, વિજય અને દિપક અને તેમનો કાર નંબર HR-50-H-7788 હતો અને તેઓ આ ગાડી લઈને દમણ ફરવા માટે ગયા અને જ્યારે તેઓ દમણ-દીવ કરીને પરત પાછા સુરત આવી રહ્યા હતા તે જ સમય દરમિયાન તેઓએ ટ્રકને ઓવરટેક કરવા જતા હતા અને ટ્રક નો પાછળ નો ભાગ તેમની ગાડીને અથડાઇ જતા યુવકે પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

નેશનલ હાઇવે 48 ઉપરથી સાતથી વધુ પલટી તેમના ગાડી એ પલ્ટી મારી દીધી હતી. આમ જ્યારે આ અકસ્માત થયો ત્યારે સ્થાનિક લોકો તથા ત્યાં આસપાસ રહેતા લોકોને જાણ થઈ અને તેઓ તૈયારીમાં જ ઘટનાસ્થળે ઇજાગ્રસ્તોની મદદ કરવા માટે ગયા હતા અને તેમને આ સમગ્ર ઘટનાની જાણ 108 ટીમને મળી હતી તેથી તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ત્યાં થયેલા ઘટના બાદ એક ઈકો નો કાર ચાલક હતો તેને માનવતા દર્શાવી હતી અને એક ઈજાગ્રસ્તને પોતાની કારમાં બેસાડીને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા આમ ચીખલી અને ડુંગરી 108 ની ટીમે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા અને તેમાં ત્રણ યુવકોની હાલત ખુબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.