સમાચાર

ડાન્સ વીડિયો બનાવતી વખતે જ બની ઘટના, ડીજેની પાછળ ડાન્સ કરતો હતો, એકવાર પડ્યો તો ઉભી થઇ શક્યો નહિ

ઉજ્જૈનના ઈંગોરિયામાં ડીજે પર ડાન્સ કરતી વખતે એક યુવક અચાનક બેહોશ થઈ ગયો.તે પછી તેને ભાન ન આવ્યું. મિત્રો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.પવાસા પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. પવાસા ના પ્રભારી ગજેન્દ્ર પચોરિયાએ જણાવ્યું કે, ઉજ્જૈન નજીકના ગામ અંબોડિયા ડેમના રહેવાસી 18 વર્ષીય લાલ સિંહ તેના મિત્ર વિજયના લગ્નમાં તાજપુર આવ્યો હતો.

વિજયની ગુરુવારે જાન જવાની હતી.ગુરુવારે રાત્રે 12.30 વાગ્યે લાલ સિંહ તેના મિત્રો સાથે ડીજેની પાછળ ડાન્સ કરી રહ્યો હતો. તેના મિત્રોએ જણાવ્યું કે એકવાર રસ્તામાં લાલ સિંહે એક જગ્યાએ પાણી પીધું અને પછી ડાન્સ કરવા લાગ્યો હતો.. આ દરમિયાન લાલ સિંહ અચાનક બેહોશ થઈ ગયો. મિત્ર પુરણ સિંહ તરત જ તેને તાજપુરના ડૉક્ટર પાસે લઈ ગયો.ત્યાંથી તેને ઉજ્જૈન ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંની જિલ્લા હોસ્પિટલમાં લાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવક આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો.

લાલ સિંહ જાનમાં ડાન્સ કરવાને બદલે તેનો વીડિયો બનાવી રહ્યો હતો. તેના મોબાઈલના વીડિયોમાં તે મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.14-15 સેકન્ડના આ વીડિયોમાં તેના ચહેરા પર થાક નથી. વીડિયો બનાવતાની સાથે જ તે રોડ પર પડી ગયો હતો.સાથે નાચતા મિત્રોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. તેણે પાણી પીવડાવાની કોશિશ પણ કરી, પણ તે જાગ્યો જ નહિ.

ડો. જિતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ડીજે અને અન્ય મોટા સ્પીકરમાંથી અસામાન્ય મૂવમેન્ટ જોવા મળે છે. આ કારણે ડેસિબલ અવાજની મોટી માત્રા માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. તે હૃદય અને મગજ બંનેને અસર કરે છે. જેથી છોકરો ડાન્સ કરતા કરતા મૃત્યુ પામ્યો.તેના વિસારા લેવામાં આવ્યા છે. તેના હાર્ટ માં ક્લોટ હોવાનું જણાયું છે.

Leave a Reply

Your email address will not be published.