ડાંગમાં મુશળધાર વરસાદ વરસતા પરિસ્થિતિ એકદમ વિકરાળ, કોઝવે પર પાણી ભરી વળ્યા, લોકો સુરક્ષિત સ્થેળે જઈ રહ્યા છે… Gujarat Trend Team, July 11, 2022 દક્ષિણ ગુજરાતમાં અત્યારે તો તમારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને નવસારી ડાંગ જિલ્લામાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી તો નવસારી ડાંગ જિલ્લામાં સતત મેઘરાજા વરસી રહ્યા છે જ્યારે ડાંગ જિલ્લામાં અત્યારે જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વઘઈ સાપુતારા અને આહવા વઘઈથી કલોલ વિસ્તાર બાજુ માર્ગમાં અનેક જગ્યાએ વૃક્ષો સહિત પથ્થર માટે ખસી પડવાનું બનાવ બન્યા છે જેથી વાહન આ લોકોને મુશ્કેલીનો સામનો ઉઠાવો પડી રહ્યો છે. કાસવદહાડ સુંદા વચ્ચે એક વૃક્ષ વીસ લાઈન ઉપર પડતાં આખું વૃક્ષ ધરાશાય થયું હતું અને સાથે જામલાપાડા મહાલમાર્ગ ઉપર પથ્થરની શીલા સહિત વીજ પોલ તૂટી પડતા કલાકો સુધી વીજ ડૂલ થઈ ગઈ હતી અને લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો હાલ અત્યારે મેઘરાજા ડાંગમાં મુશળધાર વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે નાના મોટા જળધોધ ફૂટી નીકળતા અત્યારે કુદરતી સૌંદર્ય સોળે એ કળાએ ખીલી ઉઠ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 6 કલાકમાં આહવા ખાતે 131 મિમિ વઘાઈ માં 177 મીમી સુબીર ખાતે 107 મીમી અને સાપુતારામાં 53 મીમી વરસાદ નોંધાયો હતો. જો સરેરાશ વરસાદ ની વાત કરીએ તો 117 મીમી વરસાદ અત્યારે હાલ આ વિસ્તારમાં થઈ ચૂક્યો છે. જો આ બધું છોટાઉદેપુર ની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં બોડેલીમાં આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યાં દસ કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાવી જેતપુરમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ રહી હતી જ્યારે ક્વાર્ટમાં 10 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પાલડીમાં 12 ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે આઠ ઇંચ વરસાદ ઉસ્માનપુરામાં અને બોડકદેવમાં પડ્યો હતો જ્યારે સાડા સાત ઇંચ વરસાદ બોપલમાં નોંધાયો હતો આ સિવાય મણીપુર રાયખંડ સરખેજ આ વિસ્તારમાં છ થી લઈને પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સમાચાર